હવે રાજકોટ સુધી એશિયાઈ સિંહની ડણક સંભળાશે, ગીર અભ્યારણ્યની હદ વધારવામાં આવે તેવી શક્યતા

રાજકોટઃ હવે રાજકોટમાં પણ સિંહની ડણક સાંભળવા મળશે. સમગ્ર એશિયામાં સિંહ જોવા હોય તો માત્ર ગુજરાતના જૂનાગઢમાં આવેલા સાસણ ગીર અભયારણ્યમાં જ જોઈ શકાય છે. જો કે, હવે ગુજરાતના રાજકોટ જિલ્લામાં પણ સિંહનું નિવાસસ્થાન બનાવવામાં આવી રહ્યુ છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, જેતપુર, જસદણ અને માંડા ડુંગર સિંહની નવી ટેરેટરી જાહેર થાય તેવી શક્યતાઓ છે. જો આ વિસ્તાર સિંહની ટેરીટરી જાહેર થાય તો રાજકોટમાં સિંહની સંભળાઈ શકે છે.

સિંહ ટેરેટરી વધારવાની શક્યતા

ગીરની બહાર પણ સિંહની ડણક સાંભળવા મળશે. ગીર અભયારણ્યની જેમ સૌરાષ્ટ્રના બીજા સ્થળોએ પણ સિંહદર્શનનો લ્હાવો મળે તેવી શક્યતા છે. સિંહ માટે હવે રાજકોટના માંડા ડુંગર વિસ્તાર અને આસપાસના જસદણ સુધીના ડુંગરાળ અને જંગલ વિસ્તારની અંદર રહેવા મળી શકે છે. બાબરાથી જેતપુર વચ્ચેના જંગલ વિસ્તારમાં પણ સિંહની ડણક સાંભળવા મળી શકે છે. આ વિસ્તાર સિંહની ટેરેટરી જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.

‘સિંહ સાથે રહેવા ટેવાવું પડશે’

આમ તો, ગીર અને બૃહદ્ ગીરનો આખો વિસ્તાર ગીરનાં જંગલથી લઈને ચોટીલા ડુંગર સુધીનો માનવામાં આવે છે. રાજકોટમાં કાર્યરત અને વરિષ્ઠ વાઈલ્ડ લાઇફ ફોટોગ્રાફર તેમજ વાઈલ્ડ લાઈફ સ્ટેટ બોર્ડના પૂર્વ સદસ્ય ભૂષણભાઈ પંડ્યાએ જણાવ્યુ હતુ કે, ‘સિંહનું ઘર માત્ર ગીર નથી, પરંતુ સિંહો બૃહદ ગીર એટલે આજના ચોટીલા સુધી સૌરાષ્ટ્રમાં વિહાર કરતા હતા. શિયાળામાં અચૂક સિંહ પોતાના ક્ષેત્ર સુધી આવતા રહ્યા છે. રાજકોટના માંડા ડુંગર અને જસદણ તેમજ જેતપુર જંગલ વિસ્તાર સુધી લાયન ટેરીટરી થઈ શકે છે. જે સિંહ માટે અનુકૂળ છે. સિંહ સાથે રહેવા માટે ટેવાવું પડશે. સિંહ માનવ ઉપર ક્યારેય હિંસક નથી બન્યાં કે હુમલા નથી કર્યા. પ્રવાસીઓ માટે જ નહી પરંતુ સિંહ સંવર્ધન માટે પણ આ જરૂરી છે.’

તમારા શહેરમાંથી (રાજકોટ)

Published by:Vivek Chudasma

First published:

Tags: Asiatic Lion, Asiatic Lions, Gir Lion, Gir Lions, Rajkot News, Sasan gir, World Lion Day

Previous Post Next Post