Jamnagar: આયુર્વેદ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓને મળે છે ખાસ સુવિધા, આ કોર્ષ છે બધાનો ફેવરિટ!
હાલ જામનગરમાં 50 થી 52 જેટલા વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જેમા છેલ્લા 20 વર્ષથી વિદેશી વિદ્યાર્થીઓ માટે અલાયદી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
‘3 મંથ ઇન્ટ્રોડક્શન ઇન આયુર્વેદ’ કોર્ષ તરફ વિદ્યાર્થીઓનો ઝુકાવ
વિશ્વની સૌથી પહેલી અને પ્રતિષ્ઠિત એવી જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીમાં આયુર્વેદનો અભ્યાસ કરવા દેશના સીમાડા વટાવી વિદેશથી પણ વિદ્યાર્થીઓ આવે છે. વિદેશી વિદ્યાર્થીઓ મોટા ભાગે ‘3 મંથ ઇન્ટ્રોડક્શન ઇન આયુર્વેદ’ નો કોષ પસંદ કરે છે. ત્યારબાદ રુચિ કેળવાય તો 3 વર્ષ સુધીના કોર્ષમાં એડમિશન લેતા હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમના માટે યુનિવર્સિટી તંત્ર દ્વારાબેડ, કિચન સહિતની સુવિધા સાથેની અલગ જ હોસ્ટેલની વ્યવસ્થા કરાઈ છે. જેમાં વિદ્યાર્થીઓને જમવાનું અનુકૂળ ન આવતા તેઓ મોટા ભાગે રસોઈ જાતે જ બનાવે છે.અથવા તો ટિફિન મંગાવે છે.
પ્લાન્ટસ, ફાર્મસી, યોગ વગેરેનો અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ
આયુર્વેદ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે અલગ કોર્ષની વ્યવસ્થા કરાઈ હતી. જેને 2013/14 માં મર્જ કરી દેવામાં આવ્યા હતા ત્યારબાદ ફરી છેલ્લા એક વર્ષથી કોર્ષ અલગ કરી દેવામાં આવ્યા છે. યુનિવર્સિટીમાં 20 વર્ષથી BAMS નો કોર્ષ જે સવાપાંચ વર્ષ માટેનો છે ઉપરાંત 3 વર્ષ માટેનો MB કોર્ષ સહીત 1 થી 3 માસ માટેના કોર્ષ ચાલી રહ્યા છે. જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીની સ્થાપના ૧૯૩૫માં થઇ હતી. આ યુનિ.માં આયુર્વેદ અભ્યાસક્રમ, તાલીમ, યોગ, સંશોધનો વગેરેના કોર્ષો ચાલે છે. વિદેશી વિદ્યાર્થીઓ અહીં આયુર્વેદન અભ્યાસ ઉપરાંત પ્લાન્ટસ, ફાર્મસી, યોગ વગેરેનો અભ્યાસ કરે છે.
તમારા શહેરમાંથી (જામનગર)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Foreign students, Local 18, જામનગર
Post a Comment