Sunday, January 1, 2023

પોરબંદર LCB દ્વારા ખાસ જેલનું ચેકીંગ હાથ ધરાયું, કોઇ ગેરકાયદેસર ચીજ-વસ્તુઓ ના મળી | Porbandar LCB conducts special jail checking, no illegal items found

પોરબંદર14 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પોરબંદર ખાસ જેલનું સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરવામા આવ્યુ હતું. જેમાં પોરબંદર એલસીબી પીઆઈ એચ.કે.શ્રીમાળી તથા એલસીબી સ્ટાફ તથા કમલાબાગ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ કે.એન.ઠાકરીયા તથા પીએસઆઈ વી.ડી.વાઘેલા તથા કમલાબાગ ડી.સ્ટાફ અને બીડીડીએસ સ્ટાફ દ્રારા પોરબંદર ખાસ જેલનું સરપ્રાઇઝ ચેકીંગ કરવામાં આવ્યું હતુ.

ચેકીંગ દરમિયાન ખાસ જેલની બેરેકોમાં બીડીડીએસના ઉપકરણો દ્વારા તપાસ હાથ ધરવામા આવી હતી. અને ચેકીંગ દરમિયાન જેલમાં રહેલા મિલ્કત સંબંધી તથા ગંભીર ગુન્‍હાઓના આરોપીઓની પુછપરછ પણ કરવામાં આવી હતી. જોકે જેલ ચેકીંગ દરમ્યાન કોઇ ગેરકાયદેસર કે વાંધાજનક ચીજ વસ્તુઓ મળી આવેલી ન હતી.

આ કામગીરીમાં પોરબંદર એલસીબી પીઆઈ એચ.કે.શ્રીમાળી, કમલાબાગ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ કે.એન.ઠાકરીયા તથા પીએસઆઈ વી.ડી.વાઘેલા તથા એલસીબી સ્ટાફ તથા કમલાબાગ ડી.સ્ટાફ તથા બીડીડીએસ સ્ટાફ રોકાયેલ હતા.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.