Rajkot Class 11 paper leak, paper went viral on social media

રાજકોટ: રાજ્યમાં નવા વર્ષની શરૂઆત સાથે જ પેપર ફૂટ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. રાજકોટમાં આવેલી એક ખાનગી શાળાનું પેપર ફૂટ્યું હોવાનું સામે આવ્યું છે. શ્રદ્ધા વિદ્યાલયનું પેપર સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે. આ વાયરલ પેપર ધોરણ 11નું હોવાનું જાણવા મળી રહ્યું છે. આગામી 3 અને 4 જાન્યુઆરીએ પરીક્ષા યોજાવાની હતી, તે અગાઉ જ પેપર વાયરલ થતાં ખળભળાટ મચ્યો છે. આ મામલે શાળાના સંચાલકો દ્વારા ફરિયાદ કરવામાં આવી શકે છે.

આગામી 3 અને 4 તારીખે પરીક્ષા યોજાવવાની હતી

રાજકોટની શ્રદ્ધા વિદ્યાલયના ધોરણ 11નું પેપર સોશિયલ મીડિયામાં ફરતું થયું છે. આગામી તારીખ 3 અને 4 રોજ પરીક્ષા યોજાવવાની હતી, પરંતુ તે પહેલા જ પરીક્ષાનું પેપર સોશિયલ મીડિયામાં ફરતું થતાં ભારે ચકચાર મચી છે. આ પેપર બી.એ વિષયનું હોવાનું જાણવા મળી રહ્યું છે. આમ, નવા વર્ષની શરૂઆતમાં જ પેપર ફૂટ્યું હોવાના સમાચાર સામે આવતાં ફરી એક વાર ચર્ચાનો વિષય બન્યો છે. હવે સવાલ એ થાય છે કે, આ પેપર સોશિયલ મીડિયામાં કેવી રીતે ફરતું થયું?

આ પણ વાંચો: નવા વર્ષે અંબાલાલની મોટી આગાહી: ઠંડીની સાથે પડી શકે છે કમોસમી વરસાદ

જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કરવામાં આવી શકે છે તપાસ

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા પેપરને લઇને ખાનગી શાળાના સંચાલકો પણ એક્શનમાં આવ્યા છે. સ્કૂલના સંચાલકો દ્વારા આ સમગ્ર મામલે ફરિયાદ કરવામાં આવી શકે છે. સાથે જ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પણ તપાસ કરવામાં આવી શકે છે. કોઈ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા પેપર વાયરલ કરવામાં આવ્યું હોવાનું મનાય છે. આ સાથે જ સવાલ ઉભા થઇ રહ્યા છે કે, આખરે કોણે આ પેપર વાયરલ કર્યું અને કેવી રીતે સોશિયલ મીડિયામાં ફરતું થયું?

તમારા શહેરમાંથી (રાજકોટ)

Published by:Azhar Patangwala

First published:

Tags: Gujarat News, Paper leak, Rajkot News

Previous Post Next Post