મોરબીની માળિયા વનાળીયા ગ્રામ પંચાયત કચેરી નજીક તોડફોડ કરવામાં આવી; પોલીસ યોગ્ય તપાસ કરે તેવી માંગ | Maliya Vanalia of Morbi was vandalized near Gram Panchayat office; Demand that the police conduct a proper investigation

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • Maliya Vanalia Of Morbi Was Vandalized Near Gram Panchayat Office; Demand That The Police Conduct A Proper Investigation

મોરબી14 મિનિટ પહેલા

  • કૉપી લિંક

મોરબીના સામાંકાંઠે આવેલી અને હમણાં નવીન બનેલી માળીયા વનાળીયા ગ્રામ પંચાયતમાં રાત્રે કેટલાક તત્વો માળીયા વનાળીયા ગ્રામ પંચાયત બહાર મૂકેલા પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના નામવાળા સિમેન્ટના બાંકડા તોડી નાખ્યા હતા. તેમજ આસપાસના વિસ્તારોમાં તોડફોડ કરી હતી. જેથી પોલીસ મથકે સ્થાનિકોએ જાણ કરી છે. પોલીસે અરજી અંગે તપાસ શરુ કરી છે.

અરજી આવી હશે તો તપાસ કરવામાં આવશે: જમાદાર
બનાવની મળતી વિગત મુજબ માળીયા વનાળીયા ગ્રામ પંચાયતે બી-ડિવિઝન પોલીસને લેખિતમાં રજૂઆત કરી છે. અગાઉ બ્રિજેશ મેરજા ધારાસભ્ય હતા ત્યારે તેમની ગ્રાન્ટમાંથી માળીયા વનાળીયા ગ્રામ પંચાયતની ઓફિસની બહાર લોકોને બેસવા માટે બ્રિજેશ મેરજાના નામવાળા 6 સિમેન્ટના બાંકડા મુકવામાં આવ્યા હતા. દરમિયાન રાત્રેના કેટલાક તત્વોએ 6 બાંકડા તોડી નાખ્યા હતા. આ વિસ્તારના અગ્રણી સ્થાનિકોએ જણાવ્યું હતું કે, કેટલાક તત્વોએ બાંકડા તોડી નાખવાની સાથે પાણીની નાંદ તેમજ બાજુમાં આવેલા રામદેવનગરમાં બગીચા અને ઉમિયાનગરમાં પણ બગીચામાં તોડફોડ કરી હતી. અમારા વિસ્તારમાં અગાઉ પણ તોડફોડ થઈ હોય ત્રાસ હોવાથી આ હરકત પણ કરી હોવાની શંકા હતી. પોલીસ યોગ્ય તપાસ કરે તેવી માંગ ઉઠવા પામી છે. આ અંગે બી-ડીવીઝન પોલીસ મથકના બીટ જમાદારનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, આ અંગે અરજી આવી હશે તો તપાસ કરવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…

Previous Post Next Post