પાટડીન‍ા વિસનગરમાં જુગાર રમતા 27 શખ્સો રૂ. 30.77 લાખના મુદામાલ સાથે ઝડપાયા | 27 persons gambling in Visanagar of Patdina, Rs. 30.77 lakhs were caught with the valuables

સુરેન્દ્રનગર29 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સુરેન્દ્રનગર એલસીબીએ બાતમીના આધારે સ્ટાફ સાથે દરોડો પાડી પાટડીના વિસનગરમાં જુગાર રમતા 27 નબીરાઓને રૂ. 30.77 લાખના મુદામાલ સાથે ઝડપી પાડતા ચકચાર મચી જવા પામી છે. સુરેન્દ્રનગર એલસીબીએ રોકડ રૂ. 3,56,900, મોબાઇલ નંગ- 23, ફોર વ્હીલ ગાડી- 8 મળી કુલ રૂ. 30,77,900નો મુદામાલ ઝબ્બે કરી કાર્યવાહી હાથ ધરી છે.

સુરેન્દ્રનગર એલસીબીના પીઆઇ વી.વી.ત્રિવેદી સહિતના પોલીસ સ્ટાફે બાતમીના આધારે પાટડી તાલુકાના વિસનગર ગામે રહેતા મનુભ‍ા ઉદુભા ઝાલા વિસનગર ગામની સીમમાં નવા તળાવ નામની સીમ વિસ્તારમાં આવેલી પોતાના ખેતરમાં ઓરડીના રૂમમાં બહારથી માણસો બોલાવી ગંજીપાના વતી પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર અખાડો રમાડતો હોવાની બાતમીના આધારે અચાનક દરોડો પાડી 27 જેટલા નબીરાઓને રોકડા રૂ. 3,56,900, મોબાઇલ નંગ- 23, કિંમત રૂ. 1,21,000, ગાદલા નંગ- 7, ફોર વ્હિલ નંગ- 8, કિંમત રૂ. 26,00,000 મળી કુલ રૂ. 30,77,900ના મુદામાલ સાથે ઝબ્બે કરી ઝીંઝુવાડા પોલીસ મથક ખાતે જુગાર અંગેનો ગુન્હો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ કેસની વધુ તપાસ ઝીંઝુવાડા પીએસઆઇ ચલાવી રહ્યાં છે. સુરેન્દ્રનગર એલસીબીના આ જુગારના દરોડામાં પી.આઇ.- વી.વી.ત્રિવેદી, પી.એસ.આઇ.- વી.આર.જાડેજા, એન.ડી.ચુડાસમા, હિતેશભાઇ, જયેન્દ્રસિંહ, ચમનભાઇ અને ગોવિંદભાઇ સહિતનો એલસીબીનો સ્ટાફ સાથે હાજર હતો.

આ જુગારધામમાં પકડાયેલા 27 જુગારીઓના નામ

1) મનુભા ઉદુભા ઝાલા- વિસનગર

2) નરેશજી જુલાજી મુલાડીયા (ઠાકોર)- મોરબી

3) ગભાભાઇ અમરશીભાઇ ઠાકોર- સચાણા

4) નરેન્દ્રસિંહ જયેન્દ્રસિંહ ઝાલા- વિસનગર

5) હર્ષદકુમાર ઉર્ફે શૈલેષ લક્ષ્મણભાઇ સાધુ- અમદાવાદ

6) નિતીનકુમાર હસમુખભાઇ ઠક્કર- વારાહી

7) અજીતભાઇ ભગાભાઇ ઠાકોર- નવાગામ

8) મંગાભાઇ ધરમશીભાઇ ઠાકોર- સચાણા

9) દીનેશભાઇ અમરાભાઇ રાઠોડ- વડગામ

10) નરશીભાઇ મલુભાઇ સિંધવ- ટુવડ

11) રફીક અબ્દુલભાઇ રાજા- મોરબી

12) હિતેશભાઇ પ્રવિણચંદ્ર ઠક્કર- હારીજ

13) સવશીભાઇ મફાભાઇ યોગી રાવળ- ખરચરીયા

14) મુકેશભાઇ ચંદુભાઇ ઠાકોર- પથવાશ

15) નવીનભાઇ કરશનભાઇ પટેલ- પાટણ

16) પ્રફુલભાઇ હસુભાઇ ઠક્કર- વારાહી

17) વિષ્ણુભાઇ ઉર્ફે વાસુભાઇ કમાભાઇ રાઠોડ- વડગામ

18) રમેશચંદ્ર છગનલાલ ઠક્કર- રાધનપુર

19) કીરીટભાઇ બચુભાઇ પંચાલ- વિરમગામ

20) હિતેન્દ્રભાઇ મોહનભાઇ મારવાડીયા- સનાળા

21) કરશનભાઇ ભગવાનભાઇ રથવી- આદરીયાણા

22) હિતેશકુમાર શાંતિલાલ ઠક્કર- હારીજ

23) મનુભાઇ વિરજીભાઇ ઠાકોર- વિસનગર

24) મનુભાઇ રતુભાઇ ડોડીયા- કડવાસણ

25) જીતુદાન શંકરદાન ગઢવી- પાટડી

26) મોહનભાઇ વાલાભાઇ ડોડીયા- વિસાવડી અને

27) જીતુભાઇ પ્રતાપભાઇ બાડુવા- કરકથલ

અન્ય સમાચારો પણ છે…

Previous Post Next Post