Corona vaccine:યુએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) અને ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) એ શુક્રવારે કોરોના રસીના બાયવેલેન્ટ શોટ વિશે જે માહિતી આપી છે, જે ચિંતાજનક છે.
ચીન સહિત વિશ્વના ઘણા દેશોમાં કોરોનાએ જોર પકડ્યું છે. આ જીવલેણ રોગચાળાને રોકવા માટે ઘણા નક્કર પગલાં લેવામાં આવી રહ્યા છે. રસીકરણની ગતિ વધારવામાં આવી રહી છે. પરંતુ આ બધાની વચ્ચે યુએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) અને ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) એ શુક્રવારે આવી માહિતી આપી છે. જે ચિંતાજનક છે.
હકીકતમાં, યુએસ હેલ્થ એજન્સીએ કહ્યું કે અમેરિકન દવા નિર્માતા કંપની ફાઈઝર ઇન્ક અને જર્મન પાર્ટનર બાયોએનટેકના અપડેટેડ બાયવેલેન્ટ કોવિડ-19 શૉટ વૃદ્ધોમાં બ્રેઈન સ્ટ્રોકનું જોખમ વધારી શકે છે. જો કે, સીડીસીએ હજુ પણ લોકોને રસી લેતા રહેવાની સલાહ આપી છે.
સૌપ્રથમ એ સમજો કે બાયવેલેન્ટ રસી શું છે?
News Reels
બાયવેલેન્ટ રસી એ છે જે મૂળ વાયરસના સ્ટ્રેન કંપોનેંટના ઘટક અને ઓમીક્રોન વેરિઅન્ટના ઘટકને મિશ્રિત કરીને બનાવવામાં આવે છે. આ ચેપ સામે વધુ રક્ષણ આપે છે. આ બે ઘટકોના ઉપયોગને કારણે જ તેને બાયવેલેન્ટ રસી કહેવામાં આવે છે.
65 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે જોખમ
સેફ્ટી મોનિટરિંગ સિસ્ટમે જણાવ્યું હતું કે સીડીસી રસીના ડેટાબેસે સંભવિત સલામતી સમસ્યાને હાઇલાઇટ કરી હતી જેમાં ફાઇઝર/બાયોટેક બાયવેલેન્ટ શૉટ મળ્યાના 21 દિવસ પછી 65 અને તેથી વધુ ઉંમરના લોકોને બ્રેઇન સ્ટ્રોક થવાની શક્યતા વધુ હતી, બ્લડમાં કલોટ થવાના કારણે થાય છે.
વેક્સિન કંપનીએ નિવેદન
Pfizer અને BioNTech એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તેમને રસીકરણ પછી 65 અને તેથી વધુ ઉંમરના લોકોમાં સ્ટ્રોકના મર્યાદિત અહેવાલોથી અમે વાકેફ છીએ.પરંતુ કંપનીઓએ જણાવ્યું હતું કે, ફાઈઝર અને બાયોએનટેક કે સીડીસી અથવા એફડીએએ યુ.એસ. અને વૈશ્વિક સ્તરે અન્ય ઘણી સર્વેલન્સ સિસ્ટમ્સમાં સમાન તારણો જોવા નથી મળ્યાં. તેથી કંપનીએ કહ્યું કે નિષ્કર્ષ માટે આ પુરાવા પુરતા નથી. .