Saturday, January 14, 2023

અમિત શાહે પરિવાર સાથે જગન્નાથ ભગવાનના દર્શન કર્યા, કાર્યકર્તાઓ સાથે ચગાવશે પતંગ

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી ઉત્તરાયણના પર્વ પર ગુજરાતના મહેમાન બન્યા છે, તેઓ શુક્રવારે સાંજે અમદાવાદ આવ્યા બાદ આજે સવારે પરિવાર સાથે જગન્નાથ મંદિરના દર્શન કરીને પર્વની ઉજવણીની શરુઆત કરી છે. શાહ આ પછી અમદાવાદ અને કલોલમાં પતંગ ચગાવીને ઉત્તરાયણની ઉજવણી કરશે. આ દરમિયાન ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહેશે.

અમિત શાહે જગન્નાથ મંદિરે પહોંચીને ભગવાન જગન્નાથના મંદિરમાં પરિવાર સાથે આરતી અને પૂજા-અર્ચના કરીને મહંત દિલીપદાસજી મહારાજ પાસે આશિર્વાદ પણ લીધા હતા. આજના તહેવારે જગન્નાથ મંદિરમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં શાહ ઉપસ્થિત રહ્યા હતા. હવે તેઓ અહીંથી વેજલપુર પહોંચશે અને કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવશે.

Published by:Tejas Jingar

First published:

Tags: Ahmedabad news, Amit shah, Amit shah Ahmedabad Visit, Makar sankranti, Uttarayan, ઉત્તરાયણ


Related Posts: