- Gujarati News
- Local
- Gujarat
- Surat
- Parents Who Left The Child On The Surat Cable Bridge And Ran Away Were Caught, ‘child Abandonment Due To Economic Hardship’
સુરત3 મિનિટ પહેલા
બાળકને ત્યજી દેનાર દંપતીને અડાજણ પોલીસે પકડી પાડ્યા
સુરતના અડાજણ વિસ્તારમાં 19મી તારીખે કેબલ બ્રિજ ઉપર બાળકને મૂકીને પલાયન થઈ ગયા હતા. બાળકને બ્રિજ ઉપર મૂકી ગયા હોવાના સીસીટીવી સામે આવ્યા બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી. માત્ર 25 દિવસના જન્મેલા બાળકને નિષ્ફળતાપૂર્વક બ્રિજ ઉપર છોડી જવાની ઘટના સમગ્ર શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બની હતી. આખરે અડાજણ પોલીસે સતત તપાસનો દોર શરૂ રાખ્યો હતો. તે બાદની મદદથી પાલનપુર જકાતનાકા પાસેથી માતા પિતાને ઝડપી લાવ્યા હતા.
પોલીસે આરોપી માતા પિતાને ઝડપી પાડ્યા હતાં.
સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરવામાં આવી
સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં બાળકને મૂકી જનારા પતિ પત્ની વલસાડ તરફ ટ્રેનમાં ગયા હોવાનું જાણવા મળ્યું હતું. વલસાડ બાદ તેઓ મુંબઈ જતા રહ્યા હતા. મુંબઈ ગયા બાદ ત્યાં થોડા દિવસ રહીને તેઓ ફરીથી સુરત આવી ગયા હતા. સુરત આવતાની સાથે જ તેઓ ફરીથી પાલનપુર જકાતનાકા પાસે જ્યાં બધા કામદારો કામ માટે એકત્રિત થાય છે. ત્યાં આવ્યા હતા અને ત્યાં બાતમીદારે પોલીસને માહિતી આપતા પોલીસે તેમને ઝડપી લીધા હતા.
બાતમીના આધારે બન્ને ઝડપાયા હતા.
આર્થિક સંકળામણના કારણે બાળક ત્યજ્યું
અડાજણ પોલીસે ઝડપી લીધેલા માતા પિતા મૂળ મહેસાણાના રહેવાસી છે. અડાજણ પોલીસ સ્ટેશનમાં લાવ્યા બાદ તેમની સાથે થયેલી વાતચીતમાં શ્રમિક દંપતીએ જણાવ્યું કે, તેમની આર્થિક સ્થિતિ સારી ન હતી. બાળકની માતા કામ કરતી ન હોવાને કારણે માત્ર પછી જ કામ કરતો હતો અને મજૂરી કરીને રોજ રૂપિયા લાવતો હતો. આવી સ્થિતિમાં બાળકનું ભરણ પોષણ કરવું તેમના માટે ખૂબ જ કપરૂ હતું. તેથી તેઓ લાચાર થઈને પોતાના બાળકને જ ત્યજવાનો નિર્ણય લીધો હતો. આ પ્રકારનું નિવેદન તેઓ હાલ પોલીસને આપી રહ્યા છે.
આર્થિક સંકડામણનું બ્હાનું બન્નેએ સામે ધર્યું હતું.
સીસીટીવીના આધારે ઓળખ થઈ
ઘટના બનતાની સાથે જ અડાજણ પોલીસે અલગ અલગ સ્થળના 100 જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. જેમાં સુરત રેલવે સ્ટેશન ઉપર જ્યારે આ દંપતી પહોંચ્યું હતું. ત્યારે તેમના ચહેરા સીસીટીવીમાં સ્પષ્ટ દેખાઈ આવ્યા હતા. ત્યારે નક્કી થયું હતું કે, આ કામદાર છે અને તેઓ એ જ આ બાળકને બ્રિજ ઉપર મૂક્યું છે. વલસાડ બાદ મુંબઈ જતા રહેતા પોલીસ માટે પણ શોધું કપરું હતું. પરંતુ આખરે તેઓ ફરીથી સુરતમાં આવતા પોલીસના હાથે ઝડપાઈ ગયા છે. બાળક હજી પણ સિવિલ હોસ્પિટલમાં શી ટીમ અને નર્સિંગ સ્ટાફ દ્વારા તેની દેખરેખ રાખવામાં આવી રહી છે.