રોટરી ક્લબ ડીસા ડિવાઇનની સ્થાપના 15/9/2020 માં થઈ હતી .આ ક્લબ એક ઇન્ટરનેશનલ રોટરી સંસ્થાનો ભાગ છે .આ ક્લબ ફક્ત બહેનોની ક્લબ છે. જેમાં 25 બહેનો કાર્યરત છે. આ સંસ્થા અનેક સેવાકીય કાર્યો કરે છે. ખાસ કરીને શિક્ષણ અને દીકરીઓમાં જાગૃતિ આવે તે દિશામાં સંસ્થાના બહેનો કામ કરી રહી છે.
વિચરતી વિમુક્તિ જ્ઞાતિના બાળકો માટે શાળા શરૂ કરી
રોટરી ડીવાઇનના પ્રમુખ ડો.બિનલબેન માળીએ જણાવ્યું હતું કે, વિચરતી જાતીના બાળકો માટે એક સ્કૂલની સ્થાપના કરવામાં આવી છે, જેનું નામ આશાકિરણ રાખવામાં આવ્યું છે. જેનો મુખ્ય ઉદ્દેશ વિચરતી જ્ઞાતિના બાળકોને શિક્ષણ મળે તેવો છે. તેમજ બાળકોને લખતા, વાંચતા અને સારા સંસ્કાર આપી શાળામાં પ્રવેશ અપાવવા પ્રયત્ન કરવામાં આવે છે.
આ ઉદેશ સાથે આશા કિરણ સ્કૂલની સ્થાપના કરવામાં આવી છે. બાળકોને સ્કૂલ યુનિફોર્મ સ્કૂલબેગ પુસ્તકો, નાસ્તો, પાણીની બોટલ, સ્લીપર, સ્વેટર આપવામાં આવે છે. તેમજ તહેવારોની ઉજવણી કરવવામાં આવે છે.
આ બાળકોને સારું શિક્ષણ મળે તે માટે એક શિક્ષક રાખ્યા છે.શિક્ષકને પગાર રોટરી ડીવાઇનની સંસ્થાની બહેનો દ્વારા આપવામાં આવે છે. તેમજ 32 બાળકો નિઃશુલ્ક શિક્ષણ આપવામાં આવે છે.જેમાંથી 10 બાળકોને તૈયાર કરી શાળામાં એડમિશન અપાવ્યું છે.
કિશોરીઓને ગુડ ટચ અને બેડ ટચનું માર્ગદર્શન
રોટરી ડીવાઈનના મંત્રી હીનલબેન અગ્રવાલે જણાવ્યું હતું કે, બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે અમારી સંસ્થાની બહેનો દ્વારા સૌપ્રથમ બાળકોના માતા પિતાને સમજાવવામાં આવ્યા અને તેમને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સહમતી લેવામાં આવી હતી.
ડીસામાં નવા બસ સ્ટેન્ડની બાજુમાં સાંજે 5થી 6 દરમિયાન સ્કૂલ ચાલે છે. જેમાં અત્યારે 32 બાળકો આવે છે. આ ઉપરાંત દીકરીઓને લગતું માર્ગદર્શન આપવામાં આવે છે. જેમાં કિશોર અવસ્થામાં ઉદ્ભવતા પ્રશ્નોની ચર્ચા, સમજણ શક્તિ, સેનેટરી પેડનુ વિતરણ કરવામાં આવે છે. તેમજ બાળકોને ગુડ ટચ અને બેડ ટચ માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
તમારા શહેરમાંથી (બનાસકાંઠા)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Banaskanatha, Child, Education News, Local 18, Poor people