હારીજઃ પાટણના હારીજમાં સગીરા પર દુષ્કર્મ થયાની ઘટના બની હતી. મળતી જાણકારી અનુસાર, પાટણના હારીજમાં સગીરાને લલચાવીને અવાવરૂ જગ્યાએ લઇ જઇ દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના બની છે.
મળતી જાણકારી અનુસાર, હારીજમા રાવળ શૈલેષ નામનો આરોપીએ અવાવરૂ જગ્યાએ લઇ જઇને સગીરા પર દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે. આરોપી શૈલેષ વિરુદ્ધ હારીજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. સગીરાની માતાએ નરાધમ યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાયાના ગણતરી કલાકોમા પોલીસે તેને ઝડપી પાડ્યો હતો.