આ પણ વાંચો: PHOTO: હૈદરાબાદના નિઝામે 5 લગ્ન કર્યા, પણ અંતિમ ઘડીએ એકેય સાથે ન રહી, જોઈ લો તસવીર
ટાઈમ્સ ઓફ ઈંડિયાના રિપોર્ટ અનુસાર, હીરા વેપારીની દીકરી દેવાંશી સંઘવીએ 367 દીક્ષા સમારંભમાં ભાગ લીધો અને ત્યાર બાદ તે સંન્યાસ ધારણ માટે પ્રેરિત થઈ. એક ફેમિલી મિત્રએ કહ્યું છે કે, તેણે આજ સુધીમાં ક્યારેય ટીવી જોયું નથી કે કોઈ ફિલ્મ જોઈ નથી. એટલું જ નહીં, તે ક્યારેય રેસ્ટોરન્ટમાં ખાવા પણ ગઈ નથી. જો દેવાંશી સંન્યાસનો માર્ગ પસંદ ન કરતી તો, પુખ્તવયે તે કરોડોની હીરા કંપનીની માલિક બની હોત.
હકીકતમાં જોઈએ તો, દેવાંશી રાજ્યના સૌથી જૂના હીરા બનાવતી કંપનીમાંથી એક સંઘવી એન્ડ સન્સના પિતામહ કહેવાતા મોહન સંઘવીના એકમાત્ર દીકરા ધનેશ સંઘવીની દીકરી છે. આપને જણાવી દઈએ કે, ધનેશ સંઘવી જે હીરા કંપનીના માલિક છે, તેમની દુનિયાભરમાં શાખા છે અને વાર્ષિક સૌ કરોડની આસપાસનું ટર્નઓવર છે. દેવાંશીની નાની બહેનનું નામ કાવ્યા છે. તેમની ઉંમર પાંચ વર્ષ છે. આચાર્ય વિજય કીર્તિયશસૂરિએ દેવાંશીને દીક્ષા અપાવી હતી.
મીડિયા રિપોર્ટ અનુસાર, હીરા વેપારી ધનેશ અને તેમનો પરિવાર ભલે ધનાઢ્યા હોય, પણ તેમની લાઈફસ્ટાઈલ ખૂબ જ સરળ અને સાદગીભરી છે. આ પરિવાર શરુઆતથી જ ધાર્મિક રહ્યો છે અને દેવાંશી પણ નાનાપણથી દિવસમાં ત્રણ વાર પ્રાર્થના કરવાના નિયમનું પાલન કરતી આવી છે.
હકીકતમાં જોઈએ તો, 8 વર્ષની દેવાંશી હિન્દી, ઈંગ્લિશ સહિત કેટલીય ભાષાઓ જાણે છે. એટલું જ નહીં દેવાંશી સંગીતમાં પારંગત છે અને ડાંસ તથા યોગામાં પણ ખૂબ ટેલેંટેડ રહી છે. મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, દેવાંશીને નાનપણથી જ વૈરાગ્ય તરફ ઝુકાવ રહ્યો છે. આ જ કારણ છે કે, તેણે નાની ઉંમરમાં ગુરુઓ સાથે રહેવાનું શરુ કરી દીધું.
તમારા શહેરમાંથી (સુરત)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Surat Diamond industry