https://images.bhaskarassets.com/web2images/521/2020/11/dvb_1604320831.png
ભાવનગર2 મિનિટ પહેલા
- કૉપી લિંક
- રો-પેક્સ ફેરી સર્વિસ વડે ટપાલ-પાર્સલ 4 કલાકમાં પહોંચશે
- જળ માર્ગના બહોળા ઉપયોગથી પોસ્ટ સેવા સુદ્રઢ બનશે
સમગ્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના સડક માર્ગના અંતરને ઘટાડી અને નજીક લાવનાર ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી સર્વિસના માધ્યમથી સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતની પોષ્ટલ સેવાઓ વધુ સુદ્રઢ અને ગતિમાન બનાવવા માટે ફેરી સર્વિસથી ડાક ટપાલ-પાર્સલ લાવવા-મોકલવામાં આવશે.
ભારતીય પોસ્ટલ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, ખાનગી પાર્સલ, ટપાલ સેવાઓની સામે પોસ્ટ વિભાગની સેવાઓને વેગવંતિ બનાવવા માટે શું કરી શકાય તેના અંગે મેરોથન બેઠકો ચાલી રહી છે. ખાનગી સેવાઓની સામે સરકારી સેવાઓ હરિફાઇ આપી શકે તેના માટે ટપાલ, પાર્સલ સેવાઓના પરિવહનને ગતિ પ્રદાન કરવાની ભલામણો આવી હતી.
ઘોઘા-હજીરા-ઘોઘા રો-પેક્સ ફેરી સર્વિસ દ્વારા ભારતીય પોસ્ટલ વિભાગની સમગ્ર સૌરાષ્ટ્ર અને દ.ગુજરાત તથા મહારાષ્ટ્રની ટપાલ, પાર્સલ સેવાઓનું પરિવહન કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભાવનગરથી સુરત, સુરતથી ભાવનગર 5 કલાકમાં પાર્સલ, ટપાલો પહોંચી જાય તેવી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી રહી છે. આગામી તા.20 જાન્યુ.થી ભારતીય પોસ્ટલ વિભાગ સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતની સેવાઓ ફેરી સર્વિસ વડે તેઓની સેવાઓનું પરિવહન શરૂ કરવાનું છે. ભારતીય પોસ્ટલ વિભાગ પણ હવે ખાનગી સેવાઓને ટક્કર મારવા પ્રયાસો કરી રહ્યું છે.