માધાપર ચોકડીથી બેડી ચોકડી વચ્ચે રોડ પર ટ્રક પાછળ ડમ્પર અથડાતા આગળના ભાગનો ભૂક્કો, ડ્રાઇવરનું મોત | rajkot crime news: accident between truck and dumper so one man death
રાજકોટ13 મિનિટ પહેલા
- કૉપી લિંક
ટ્રક પાછળ ડમ્પર ઘૂસી જતા આગળના ભાગનો ભૂક્કો થઈ ગયો હતો.
રાજકોટ શહેરના માધાપ૨ ચોકથી બેડી ચોકડી ત૨ફ જવાના ૨સ્તે ટ્રક પાછળ ડમ્પર ઘૂસી ગયું હતું. આથી ડમ્પરનો આગળના ભાગનો ભૂક્કો થઈ ગયો હતો અને તેના ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૂળ મધ્યપ્રદેશનો વતની અને હાલ પરાપીપળીયામાં રહેતો શિવ ન૨શીભાઈ અનારી (ઉં.વ.20) નામનો યુવાન આજે સવા૨ના સમયે ડમ્પ૨ લઈ નીકળ્યો હતો. ત્યારે ૨સ્તામાં આગળ જઈ ૨હેલા ટ્રક પાછળ ડમ્પ૨ ધડાકાભે૨ અથડાતા ચાલક શિવ અનારીનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. ડમ્પ૨ના આગળના ભાગનો ભૂક્કો થઈ જતા તેમાં ફસાયેલા શિવનું રેસ્ક્યુ કરી તેમના મૃતદેહને બહા૨ કાઢી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો હતો. મૃતક માધાપ૨ ચોકડીથી બેડી ચોકડીએ ડમ્પ૨માં રેતી ભરી ખાલી ક૨વા જતો હતો.
80 હજારની ચોરી કરનાર આરોપીની ધરપકડ રાજકોટના હુડકો ક્વાર્ટરમાં રહેતાં જયંતિભાઇ વિઠ્ઠલભાઇ સોનીના મકાનમાં તિજોરીની ચાવી બનાવવા આવેલા બે સરદારજીએ તિજોરીમાં રહેલ 4 સોનાના પાટલા અને સોનાનું પેન્ડલ મળી રૂ.80 હજારના મુદામાલની ચોરી કરી નાસી ગયા હતાં. આ અંગે ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીના આધારે ઓમકારસિંઘ સેવસિંઘ સિકલીગરને દબોચી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
ક્રાઇમ બ્રાન્ચે ચોરની ધરપકડ કરી.
દાગીના વડોદરાની એક મહિલાને વેચી નાખ્યા
પૂછપરછમાં આરોપીએ સોનાના દાગીના ચોરી એક મહિલાને વડોદરા વેચી નાંખી રોકડા રૂપિયા લઈ લીધા હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આરોપી તાળાની ચાવી બનાવવાનો ધંધો કરતો હોય અને અલગ અલગ શહેરમાં ધંધા માટે કોઈ પણ સોસાયટીમાં તાળાની કે તીજોરીની ચાવી બનાવવા માટે ઘરમાં જઈ ઘરમાં હાજર વ્યક્તિની કોઈ પણ કારણ બતાવી તેની નજર ચૂકવી ઘરમાં પડેલ સોના-ચાંદીના દાગીના કે રોકડ રકમની ચોરી કરવાની મોડસ ઓપરેન્ડીથી ચોરી કરતો હતો.
Post a Comment