Monday, January 2, 2023

કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે જાહેર મંચ પરથી કોંગ્રેસ પર કટાક્ષ કરી ભાજપના વખાણ કર્યા

બનાસકાંઠાઃ કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ભાજપના વખાણ કર્યા છે. કોંગ્રેસની કારમી હાર બાદ ગેનીબેને જાહેર મંચ પરથી વિરોધી પાર્ટી ભાજપના વખાણ કર્યા છે. ગેનીબેને ઠાકોરે ભાજપની સ્ટ્રેટેજીના વખાણ કરી, કોંગ્રેસ પર પ્રહાર કર્યો હતો.

ગેનીબેને કોંગ્રેસ પર કટાક્ષ કર્યો

ગેનીબેને ઠાકોરે જાહેર મંચ પરથી કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, ‘કોંગ્રેસના આગેવાનો-નેતાઓ અમે બધા, ACવાળી કારના કાચ ખોલવા નથી. પરિશ્રમ નથી કરવો. આ ભાજપવાળા બીજું તો એમનું હશે, ઠીક છે… એ વહીવટી તંત્રનો દુરુપયોગ કરે. પૈસા સામ,દામ, દંડ, ભેદ.. પણ એ મહેનત કરે છે.’

Published by:Vivek Chudasma

First published:

Tags: Banankatha News, Bjp gujarat, Congress Gujarat, Geniben thakor


 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.