અત્યારે શિયાળાની ઋતુ ચાલી રહી છે અને ઠંડી પણ કડકડતી પડી રહી છે. તો પણ રાજકોટીયન આઈસક્રીમ ખાવાનું ભુલતા નથી. એવામાં રાજકોટમાં એક નવા જ પ્રકારની કેન્ડીએ ધુમ મચાવી છે.આ કેન્ડીનું નામ છે રમ એન્ડ વિસકી.
અંકિત ખંઢેરીયાએ જણાવ્યું હતું કે મે સાંભળ્યું કે બાલાજી ડ્રાયફ્રુટમાં એક કેન્ડી નવી આવી છે. જેનું નામ રમ અને વિસકી છે. જે નામ મે પહેલીવાર સાંભળ્યું છે. ગુજરાતમાં આ પહેલીવાર સાંભળવા મળ્યું.અહિંયાની બધી જ કેન્ડી ખુબ જ સરસ છે. અહિંયાની સિતાફળ કેન્ડી પણ ખુબ જ સરસ છે.રમ એન્ડ વિસકી કેન્ડી પણ ખુબ જ સારી છે.
અહિંયા શિખંડ કેન્ડી પણ ખુબ જ જોરદાર આવે છે.. જે પણ ખાઈ તે આંગળા ચાટતા રહી જાય તેવી છે.અહિંયા તમે કોઈ પણ કેન્ડી લ્યો તેનો સ્વાદ જ લાજવાબ છે.
રમ એન્ડ વિસકી.નામની કેન્ડી બનાવતા અને બાલાજીના ઓનર મયંકભાઈએ જણાવ્યું હતું કે અમારી પાસે 11 ફ્લેવર છે.જેમાં માવા મલાઈ, સિતાફળ, ગુલકંદ, ગ્વાલા, રમ એન્ડ વિસકી, ડ્રાયફ્રુટ, શિખંડ, ક્રીમ કેરેમલ, ચોકો સહિત અનેક કેન્ડી મળે છે.
રમ એન્ડ વિસકી.કેન્ડી વિશે જણાવતા તેમને કહ્યું કે આમાં ફ્લેવર રમ એન્ડ વિસકીનો આવે છે.આ નોન આલ્કોહોલિક છે. અત્યારે અમને રાજકોટનો મોટો સપોર્ટ છે. ઠંડીની સિઝનમાં પણ લોકો કેન્ડી ખાવા માટે આવે છે. અમારી પાસે કેન્ડીમાં સિઝનલ ગાજર હલવો પણ છે.
તમારા શહેરમાંથી (રાજકોટ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર