Monday, January 2, 2023

બીલખા ગ્રામપંચાયત હાઈસ્કૂલ અને  અમૃત ઈન્સ્ટિટ્યૂટની વિદ્યાર્થિનીઓને પોલીસ દ્વારા સ્વરક્ષણની તાલીમ અપાઈ | Students of Bilkha Gram Panchayat High School and Amrit Institute were given self defense training by the police.

જુનાગઢ17 મિનિટ પહેલા

  • કૉપી લિંક

વિદ્યાર્થિનીઓ પોતાનું સ્વરક્ષણ કરી શકે અને દીકરીઓમાં આત્મવિશ્વાસ વધે તેમજ છેડતીના કિસ્સાઓ બને તે પહેલાં પોતાનું રક્ષણ પોતે કરે શકે તે હેતુ થી બીલખા પોલીસ સ્ટેશન દ્વારા શાળા ખાતે મહિલા સ્વરક્ષણ તાલીમ સુરક્ષા સેતુ સોસાયટી અને કરાટે એન્ડ સ્પોટસ એસોસીએસન અંતર્ગત 15 દિવસીય જુડો-કરાટેની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પંચ,ડિફેન્સ,ફાયટ, જુડો-થ્રો, નાનચકસ, ચુનીદાવ, હેન્ડફ્રી મુવમેન્ટ, બ્રેકીંગ તેમજ પિરામિટ જેવા દાવ શીખવવામાં આવેલ હતા. આ આયોજન જુનાગઢ જીલ્લા પોલીસ અધિક્ષક રવીતેજા વાસમશેટ્ટીસાહેબ દ્વારા જીલ્લાના તમામ પોલીસ સ્ટેશન અંતર્ગત કરવામાં આવેલ છે. આ તકે પી.એસ.આઈ. આર.પી.ચુડાસમાના માર્ગદશન હેઠળ કરાટે ચીફ સેન્સેઈ મયુરકુમાર ચૌહાણ, કોચ સાગરભાઈ ચૌહાણ , સરોજબેન દવારા તાલીમ આપવામા આવી હતી.

આચાર્ય એસ.એસ.પંડ્યા મેડમ તેમજ અમૃત ઇન્સ્ટિટ્યૂટ​​ના ટ્રસ્ટ્રી રાજેશભાઈ વડોડિયા તેમજ શિક્ષક સ્ટાફગણ, પો.એ.એસ.આઈ. જયાબેન જોરા તેમજ વીસાવદર પોલીસ સ્ટેશન સ્ટાફ ગણે હાજરી આપી દીકરીઓનો ઉત્સાહ વઘારી રહ્યા છે. તેમજ પોલીસ સ્ટાફ દ્વારા દીકરીઓને પોલીસ સ્ટેશનની મુલાકાત કરાવી માહિતી આપી હતી. તેમજ પી.એસ.આઈ. આર. પી.ચુડાસમા દ્વારા દીકરીઓનો ઉત્સાહ વધારેલ આગળ આ દીકરીઓ કરાટે શીખી પોતે સક્ષમ બને એવી રીતે મોટીવેટ કરી હતી.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.