વર્ષ 2022માં આ 3 ભારતીય બોલરો છવાયા, વિરોધી ટીમોના ડાંડિયા ડૂલ કરી દીધા
ગત વર્ષે ટેસ્ટ ક્રિકેટમાં ત્રણ ખેલાડીઓએ ઉમદા પ્રદર્શન કરતા સૌથી વધુ વિકેટ લીધી છે. આ ત્રણ ક્રિકેટર વિશે અહીં જાણકારી આપવામાં આવી છે.
જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah):
વર્ષ 2022માં ભારતીય ટીમ તરફથી જસપ્રીત બુમરાહે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ ઝડપી છે. તેણે ભારત માટે પાંચ મેચ રમી છે, જેમાં 10 ઈનિંગમાં 20.31ની સરેરાશથી 22 વિકેટ લીધી છે. આ દરમિયાન તેણે સર્વશ્રેષ્ઠ બોલિંગ કરી છે અને 47 રન આપીને આઠ વિકેટ લીધી છે. જસપ્રીત બુમરાહને વર્ષ 2022માં ખૂબ જ ઈજાઓ થઈ રહી હતી, આ કારણોસર તેઓ એશિયા કપ અને T20 વર્લ્ડ કપમાં રમી શક્યા નહોતા. ઈંગ્લેન્ડ સામેની એક ટેસ્ટ મેચમાં જસપ્રીત બુમરાહ ભારતીય ટીમમાં કેપ્ટન પણ રહી ચૂક્યા છે.
આ પણ વાંચો: CRICKET PAKISTAN: પાકિસ્તાનની ટીમની કંગાળ હાલત! 2022 સાવ નિરાશાજનક, એકથી એક શરમજનક રેકોર્ડસ
રવિચંદ્રન અશ્વિન (Ravichandran Ashwin):
સ્પિનર રવિચંદ્રન અશ્વિનનું આ યાદીમાં બીજા નંબરે નામ આવે છે. અશ્વિને વર્ષ 2022માં ભારતીય ટીમ માટે છ મેચ રમી છે. આ દરમિયાન તેણે 12 ઈનિંગમાં 27.70ની સરેરાશથી 20 વિકેટ લીધી છે. આ દરમિયાન તેણે સર્વશ્રેષ્ઠ બોલિંગ કરી છે અને 85 રન આપીને છ વિકેટ લીધી છે.
મોહમ્મદ શમી (Mohammed Shami):
સૌથી વધુ વિકેટ લેવામાં મોહમ્મદ શમીનું નામ ત્રીજા નંબરે આવે છે. મોહમ્મદ શમીએ ભારતીય ટીમ માટે સૌથ વધુ વિકેટ લીધી છે. આ દરમિયાન તેણે ભારતીય ટીમ માટે પાંચ મેચ રમી છે. 10 ઈનિંગમાં 34.46ની સરેરાશથી 13 વિકેટ લીધી છે. મોહમ્મદ શમીએ સર્વશ્રેષ્ઠ બોલિંગ કરી છે અને 75 રન આપીને 3 વિકેટ લીધી છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Bowlers, Jasprit bumrah, Ravichandran ashwin, Team india, ક્રિકેટ
Post a Comment