Tuesday, January 17, 2023

કેન્દ્રના ધોરણે રાજ્યમાં પણ TA/DA ભથ્થાં ચૂકવવા માગ | Seek payment of TA/DA allowances to the State as well on Central basis

https://images.bhaskarassets.com/web2images/521/2020/11/dvb_1604320831.png

ભાવનગરએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • રાજ્યમાં છઠ્ઠા પગારપંચ મુજબ ભથ્થાં ચૂકવાય છે

રાજ્ય સરકાર હજુ પણ છઠ્ઠા પગારપંચ મુજબ જ ટી.એ., ડી.એ. ભથ્થું ચુકવતી હોવાથી રાજ્ય સરકારના કર્મીઓની આ ભથ્થું સાતમા પગારપંચ મુજબ ચુકવવા માંગ ઊઠી છે. વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્ય સરકારે રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ઘરભાડુ, મેડિકલ ભથ્થું સહિતના ભથ્થાંઓ વધારવા મંજૂરી અપાઈ હતી. પરંતુ એ સમયે રાજય સરકારે આ બાબતને નજરઅંદાઝ કરી હતી. રાજ્યના વિવિધ કર્મચારી મંડળો રાજ્ય સમક્ષ સાતમા પગારપંચ મુજબ ટી.એ.,ડી.એ.ચુકવવા માંગ કરી છે.

ટી.એ. એટલે ટ્રાવેલિંગ ભથ્થું. જે-તે કર્મચારીના હેડ કવાર્ટરથી તેની તાલીમ કે મિટિંગ કે શિબિર સ્થળ સુધી જવા માટે સરકારી એસ.ટી. મળે પણ ખરી અને ન પણ મળે. એસ.ટી. મળે કે ન મળે ટ્રાવેલિંગ ભથ્થું કિલોમીટર દીઠ એક રૂપિયો જ મળવાપાત્ર ગણાય છે. ખાનગી વાહનમાં એક રૂપિયો કિલોમીટર દીઠ શક્ય નથી. જ્યારે ડી.એ. એટલે ડીઅરનેસ એલાઉન્સ પણ છઠ્ઠા પગારપંચ મુજબ ચુકવાય છે. આથી આ બંને ભથ્થાંઓ સાતમા પગારપંચ મુજબ ચુકવાય તે અપેક્ષિત છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: