Monday, January 2, 2023

These five cricket players have been victims of accidents

દિલ્હી: રિષભ પંત ગંભીર અકસ્માતનો ભોગ બનતા ચાહકોને ધ્રાસકો લાગ્યો છે, હાલ તેની સારવાર ચાલી રહી છે. ત્યારે પંત જલ્દી સાજો થઈ જાય તેવી પ્રાર્થના ચાહકો કરી રહ્યા છે. પંતને નડેલ આ અકસ્માતના કારણે ભૂતકાળ ફરી તાજો થયો છે. અહીં ભૂતકાળમાં ગંભીર અકસ્માતનો ભોગ બનેલા ટોચના 5 ક્રિકેટરો અંગે જાણકારી આપવામાં આવી છે.

પટૌડી

ભારતના મહાન ખેલડી ગણાતા પટૌડીને 1 જુલાઈ, 1961ના રોજ અકસ્માત નડ્યો હતો. તે સમયે તેઓ બ્રિટનની ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં અને અને ટીમના કેપ્ટન હતા. તે દિવસે તેઓ ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે અન્ય વાહન સાથે તેમનું વાહન અથડાયું હતું. જેથી તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. આ અકસ્માતમાં તેમની આંખને ગંભીર ઇજા થતાં તેઓ એક આંખે જોઈ શકતા નહોતા.

રુનાકો મોર્ટન

વર્ષ 2012માં ત્રિનિદાદમાં રમાયેલી એક મેચ બાદ સ્વદેશ પરત ફરતી વખતે વેસ્ટ ઇન્ડીઝના 33 વર્ષીય બેટ્સમેન રુનાકો મોર્ટનનું દુ:ખદ અવસાન થયું હતું. તેની કાર થાંભલા સાથે અથડાઈ હતી અને ટક્કરના પરિણામે તેનું મોત નીપજ્યું હતું.

કોલી સ્મિથ

વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર કોલી સ્મિથનું 1959માં કાર અકસ્માતમાં 26 વર્ષની વયે નિધન થયું હતું. આ ઘટના બની ત્યારે તેઓ ટોમ ડ્યુડની અને ગેરી સોબર્સ સાથે ચેરિટી મેચ માટે લંડન જઈ રહ્યા હતા. સ્ટેફોર્ડશાયરમાં તેમની કાર પશુના ટ્રેક્ટર સાથે ટકરાયા બાદ સ્મિથ હોસ્પિટલમાં કોમામાં સરી પડ્યા હતા.

આ પણ વાંચો: વર્લ્ડકપને લઇ BCCI ની મિટિંગમાં લેવાયો મોટો નિર્ણય…

સાઈરાજ બહુતુલે

સાઈરાજ બહુતુલે ભારત તરફથી સ્પિન બોલિંગ કરતાં હતા. તેઓ 17 વર્ષના હતા ત્યારે તેઓની કારને મરીન ડ્રાઈવ પર અકસ્માત નડ્યો હતો. 28 જુલાઈ, 1990ના રોજ બહુતુલેના એક મિત્રનું ગંભીર ઇજાના કારણે નિધન થયું હતું, જ્યારે બીજા મિત્રને ગંભીર રીતે ઘાયલ થયા હતા. બહુતુલેના જમણા પગમાં સ્ટીલનો સળિયો લગાવવામાં આવ્યો હતો, જોકે, એક વર્ષ બાદ તે ફરી ક્રિકેટ રમવા લાગ્યા હતા.

એન્ડ્રુ સાયમંડ્સ

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર એન્ડ્રુ સાયમંડ્સનું 16 મેના રોજ કાર અકસ્માતમાં મોત નીપજ્યું હતું. પોલીસે પુષ્ટિ કરી હતી કે, 46 વર્ષીય એન્ડ્રુ સાયમંડ્સને કાર અકસ્માત નડ્યો હતો. આ અકસ્માત ક્વીન્સલેન્ડના ટાઉન્સવિલેની બહાર બન્યો હતો. જેમાં તેનું નિધન થયું હતું.

First published:

Tags: Cricket News Gujarati, Rishabh pant

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.