પોરબંદરએક કલાક પહેલા
- કૉપી લિંક

પોરબંદર એલસીબીએ મોકર ગામે પત્તા પ્રેમીઓના રંગમાં ભંગ પાડતા સાત જુગારીઓને પકડી પાડ્યા છે. પોરબંદર પોલીસ અધિક્ષક ડૉ. રવિ મોહન સૈની દ્વારા જિલ્લામાં દારૂ/જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ નેસ્તનાબુદ કરવા સુચના આપવામાં આવેલી. જે અનુસંધાને એલસીબી પીઆઇ એચ.કે. શ્રીમાળી તથા સ્ટાફના માણસો રાણાવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ હરેશ આહિરને હકીકત મળેલ કે, મોકર ગામ લાખાણા ફળીયામાં રહેતા ખીમજી હરજી લાખાણા પોતાના રહેણાંક મકાનમાં બહારથી માણસોને બોલાવી પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી ગંજીપત્તાના પાના પૈસા વડે રોનપોલીસ નામનો હારજીતનો જુગાર રમાડે છે.

એલસીબીએ હકીકતવાળી જગ્યાએ જઇને તપાસ કરતા જુગાર ચાલતો હતો. જેથી રેડ કરતા ખીમજી લાખાણા સહિત 7 ઇસમોને ગંજીપત્તાના પાના તથા રોકડા રૂપિયા 1,20,500 સાથે પકડી પાડી આરોપીઓ વિરૂદ્ધ જુગારધારાની કલમ મુજબ રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલો છે.
