- Gujarati News
- Local
- Gujarat
- Patan
- Hathiya Mohotsav Was Celebrated At Libaja Mataji Temple At Delmal Village In Chansma, A One Km Rath Yatra Was Taken Out.
પાટણએક કલાક પહેલા
- કૉપી લિંક

ચાણસ્મા તાલુકાના દેલમાલ ગામે જેઠી પરિવારોના કુળદેવી લીંમજા માતાજી બિરાજમાન છે દર વર્ષે ચૈત્ર સુદ સાતમના લીંબજા માતાજીનો મોટો લોકમેળો ભરાય છે. જેમાં હાથીયા ઠાઠું ઉત્સવ ઉજવાયો હતો. જેને લઈ સમગ્ર ગુજરાત. મહારાષ્ટ્ર, રાજસ્થાનથી લીંમજા માતાજીના મંદિરે ચૈત્ર સુદ સાતમના દિવસે સંઘ સ્વરૂપે અને દર્શનાર્થે મોટી સંખ્યામાં જેષ્ઠી પરિવારો દર્શનાર્થે પધારે છે.

ચૈત્ર સુદ સાતમના રોજ ચાણસ્મા તાલુકાના દેલમાલ ગામે પારંપરિક લિબજા માતાજીના હાથીયા ઠાઠું ઉત્સવ ઉજવાયો હતો. જેમાં લિબજા માતાજીના મંદિરેથી લિબજા માતાજીનો રથ તૈયાર કરાયો હતો અને ગામના જેઠી બ્રાહ્મણ પરિવારોના નવ યુવાનોએ માતાજીનો રથ ખેંચીને એક કિલોમીટર ગામથી દૂર લિબજા માતાજી અને ભેરવજીના મંદિરે હાથીયા ઠાઠું રથ લાવવામાં આવ્યો હતો.

દેલમાલ ગામ તરફથી યોજાયેલા માતાજીના હથિયામાં જોડાયેલા ભક્તજનોએ માતાજીનો પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી. સવારે યોજાયેલા લિબજા માતાજીના હાથીયા મહોત્સવમાં અમદાવાદ, સુરત કચ્છ, રાજસ્થાન વસતા જેઠી પરિવારો અને ગામના બહાર ધંધાર્થી વસતા પરિવારો આ મહોત્સવમાં જોડાઈને ધન્યતા અનુભવી હતી.




