Tuesday, March 14, 2023

નર્મદા જિલ્લામાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનું શાંતિ-શૌહાર્દપૂર્ણ માહોલમાં થયો પ્રારંભ, 14,624 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી | Class 10th and 12th board exams in Narmada district began in a peaceful and cordial atmosphere, 14,624 students appeared. | Times Of Ahmedabad

નર્મદા (રાજપીપળા)22 મિનિટ પહેલા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી શરૂ થયેલી ધોરણ- 10 (SSC) અને 12 (HSC) ની જાહેર પરીક્ષાઓનો આજે તા.14 મી માર્ચથી નર્મદા જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે. બોર્ડની આ જાહેર પરીક્ષાઓના પ્રારંભે આજે સવારે ધોરણ-10 ના પરીક્ષાર્થીઓને રાજપીપળાની નવદૂર્ગા હાઈસ્કૂલ ખાતે જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ સી.એ.ગાંધી, જિલ્‍લા શિક્ષણાધિકારી એમ.સી.ભુસારા, પ્રમુખ રૂપલ દોશી અને સ્વૈચ્છિક સંસ્થાના હોદ્દેદારઓ, સંસ્થાના કેમ્પસ ડાયરેક્ટર નિમેષ પંડ્યા, શાળાના સ્ટાફગણ વગેરેએ પણ પરીક્ષાર્થીઓને ગુલાબના પુષ્પ સાથે સાકરથી મોઢું મીઠું કરાવીને પરીક્ષામાં શ્રેષ્ઠ દેખાવ સાખે ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

જિલ્‍લા શિક્ષણાધિકારી એમ.સી.ભુસારાએ જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લામાં આજથી પ્રારંભાયેલી બોર્ડની આ જાહેર પરીક્ષા માટે ધોરણ- 10 ની પરીક્ષામાં બોર્ડની આ જાહેર પરીક્ષાઓમાં જિલ્લામાં ધોરણ-10 માં જિલ્લાના 16 પરીક્ષા કેન્દ્રો ખાતે 9816 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યાં છે. સમગ્ર જિલ્લામાં તમામ પ્રકારનો પોલીસ બંદોબસ્ત અને વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પેપર લાવવા-લઈ જવાની વ્યવસ્થામાં હથિયારધારી પોલીસ જવાનોની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

તેમજ વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ન પડે તે માટે જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહિવટીતંત્ર ધ્વારા જરૂરી વ્યવસ્થાઓ ઉભી કરવા સાથે જરૂરી પ્રાથમિક સારવારની પુરતી દવાઓની પણ સુવિધા કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ શાંતિપૂર્વક અને નિર્ભયતાથી પરિક્ષા આપી પરિક્ષામાં સફળતા મેળવે તેવી શુભેચ્છાઓ પણ તેમણે પાઠવી હતી.

આજથી પ્રારંભાયેલી બોર્ડની આ બંને જાહેર પરીક્ષાઓમાં જિલ્લાભરમાંથી કુલ- 14624 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસશે, જેમાં ધોરણ-10 માં જિલ્લામાં 16 પરીક્ષા કેન્દ્રો ખાતે 9816 વિદ્યાર્થીઓ માટે 31 પરિક્ષા બિલ્ડીંગોમાં 342 બ્લોક નક્કી કરાયા છે. જ્યારે ધોરણ- 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 6 પરીક્ષા કેન્દ્રો ખાતે 5244 પરીક્ષાર્થીઓ બેસશે, જે માટે 13 બિલ્ડીંગમાં 171 બ્લોક નક્કી કરાયા છે.

તેવી જ રીતે ધોરણ- 12 વિજ્ઞાન પ્રવાહમાં જિલ્લામાં બે પૈકી રાજપીપળામાં શ્રી એમ.આર.વિદ્યાલય, સરકારી હાઈસ્કૂલ રાજપીપળા અને સુરજબા મહિડા કન્યા વિનય મંદિર ખાતે જ્યારે દેડીયાપાડામાં સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કુલ નિવાલ્દા મળી કુલ 61 બ્લોકમાં 1250 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: