અમરેલી16 મિનિટ પહેલા
- કૉપી લિંક

અમરેલી જિલ્લામાં રાજુલા પંથકમાં સામાજિક વનીકરણ રેન્જ હરકતમાં આવી મંજૂરી વગર બીનાધિકૃત રીતે લાકડાની હેરાફેરી કરતા વાહનો સામે તવાય બોલાવાય રહી છે. વધુ એક મંજૂરી વગર લાકડા ભરેલ બોલેરો વાહન સાથે બે શખ્સને દબોચી લીધા છે. હોંડોરણા ચોકડી નજીક પેટ્રોલિંગ દરમિયાન વનકર્મીઓ સ્ટાફ દ્વારા બોલેરો કેમ્પર જી.જે.23 વાય 7263ને ઝડપી લઈ આરોપીની પૂછપરછ કરતા કોઈ પુરાવા મળી આવેલ નહી. બીનધિકૃત રીતે ભારતીય વન અધિનિયમ મુજબ ગુન્હો નોંધી હિમતભાઈ મંગાભાઈ જોગદીયા,માધાભાઈ ડાયાભાઈ રાતીયાની લાકડા ભરેલ બોલેરો સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે.

અગાઉ બે ટ્રક સહિતના વાહનો ઝડપી લીધા હતા
રાજુલા રેન્જ વનવિભાગ દ્વારા સતત લાકડાની હેરાફેરી કરતા વાહનો સામે ઝૂંબેશ હાથ ધરી છે. અગાઉ બે ટ્રક, ટ્રેક્ટરો અને વાહનો મંજૂરી પરમીટ વગરના હોવાને કારણે ઝડપી લઈ ગુન્હા નોંધી કાર્યવાહી હાથ ધરી હતી, રાજુલા પંથકમાં હાઇવે અને ગ્રામ્ય વિસ્તારોમાં લાકડા ભરેલા વાહનો સામે કાયદેસરની કાર્યવાહી કરતા ફફડાટ ફેલાયો છે.