Header Ads

સંતોષ પાર્કમાં કોમ્યુનિટી હોલનું કાલે મંત્રીના હસ્તે ખાતમુહૂર્ત, વેરા વસુલાત શાખાએ આજે 10 મિલકત સિલ કરી, 2 નળ કનેક્શન કાપ્યા | rajkot news: Tax collection branch sealed 10 properties today | Times Of Ahmedabad

રાજકોટ5 મિનિટ પહેલા

  • કૉપી લિંક
વેરા વસુલાત શાખાએ 10 મિલકત સિલ કરી. - Divya Bhaskar

વેરા વસુલાત શાખાએ 10 મિલકત સિલ કરી.

રાજકોટના વોર્ડ નં. 1માં આવેલ સંતોષ પાર્કમાં નિર્માણ પામનાર કોમ્યુનિટી હોલનું ખાતમુહુર્ત આવતીકાલે સવારે 10.30 વાગ્યે કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાના હસ્તે કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખાએ આજે 10 મિલકત શાખાએ સીલ કરી છે. તેમજ 2 નળ કનેક્શન કાપવામાં આવ્યા છે. આ ઉપરાંત 44 મિલકતને ટાંચ જપ્તીની નોટિસ ફટકારી 86.62 લાખની રિકવરી કરવામાં આવી છે. આજ દિન સુધીમાં 287.15 કરોડની આવક થઈ છે.

12.08 કરોડના ખર્ચે કોમ્યુનિટી હોલ બનશે
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂ.12.08 કરોડના ખર્ચે વોર્ડ નં.1માં આવેલ સંતોષ પાર્ક ખાતે કોમ્યુનિટી હોલ બનાવવામાં આવશે. જેનું આવતીકાલે સવારે 10.30 વાગ્યે ખાતમુહુર્ત કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે કરવામાં આવશે. આ સાથે રૂ.5.99 કરોડના ખર્ચે ખરીદ કરવામાં આવેલ નવી 50 મિનિ ટીપરવાનને ફ્લેગ ઓફ કરવામાં આવશે.

કોમ્યુનિટી હોલમાં 700 લોકોની કેપિસિટી રહેશે
સંતોષ પાર્કમાં 3000 ચો.મી. જગ્યા પર 4655 ચો.મી. પર કોમ્યુનિટી હોલનું નિર્માણ કરવામાં આવશે. જેમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર બે માળ બનાવવામાં આવશે. આ કોમ્યુનિટી હોલમાં 700 લોકોની કેપેસિટીવાળો નોન એ.સી., ફંક્શન અને ડાઈનિંગ હોલ અને બીજા માળે એસી હોલ બનાવવામાં આવશે. આ ઉપરાંત આનુસંગિક અન્ય સુવિધાઓ આપવામાં આવશે.

50 મિનિ ટીપરવાન ખરીદવામાં આવી
સ્વચ્છ ભારત મિશન હેઠળ ટીપરવાનથી ડોર ટુ ડોર કામગીરીથી આગળ વધારવા માટે રૂ.5.99 કરોડના ખર્ચે 50 મિનિ ટીપરવાન ખરીદ કરવામાં આવી છે. જેમાં કેન્દ્ર સરકારના 35 ટકા, રાજ્ય સરકારના 25 ટકા અને મહાનગરપાલિકાના 40 ટકાનો ફાળો રહેશે.

રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 4 ટ્રેન ડાયવર્ટ કરાઇ
લખનઉ ડિવિઝનમાં ડબલ ટ્રેકના કામને લીધે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ચાર ટ્રેન આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. જેમાં ટ્રેન નંબર 15636 ગુવાહાટી-ઓખા એક્સપ્રેસ 20.03.2023ના રોજ અને ટ્રેન નંબર 15635 ઓખા-ગુવાહાટી એક્સપ્રેસ 24.03.2023ના રોજ વાયા વારાણસી-પરતાપગઢ-લખનઉ થઈને આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. જે સ્ટેશનો પર આ ટ્રેન નહીં જાય તેમાં અકબરપુર અને અયોધ્યા કેન્ટનો સમાવેશ થાય છે.

કામાખ્યા-ગાંધીધામ એક્સપ્રેસનો ડાયવર્ટ રૂટ
ટ્રેન નંબર 15668 કામાખ્યા-ગાંધીધામ એક્સપ્રેસ 22.03.2023ના રોજ અને ટ્રેન નંબર 15667 ગાંધીધામ-કામાખ્યા એક્સપ્રેસ 18.03.2023ના રોજ વાયા વારાણસી-લખનઉ થઈને આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ દ્વારા ચાલશે. જે સ્ટેશનો પર આ ટ્રેન નહીં જાય તેમાં અયોધ્યા કેન્ટનો સમાવેશ થાય છે. રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે, તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનોના સંચાલનને લગતી નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.inની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

અન્ય સમાચારો પણ છે…
Powered by Blogger.