રાજકોટમાં ફૂડ વિભાગના દરોડામાં વાસી શિખંડ,આઈસ્ક્રીમ,સોસનો જથ્થો મળ્યો, ખુદ ડે.કમિશનરે કાર્યવાહી કરી | In Rajkot raid of food department, quantity of stale shikhand, ice cream, sauce was found, day commissioner himself took action | Times Of Ahmedabad
- Gujarati News
- Local
- Gujarat
- Rajkot
- In Rajkot Raid Of Food Department, Quantity Of Stale Shikhand, Ice Cream, Sauce Was Found, Day Commissioner Himself Took Action
રાજકોટ13 મિનિટ પહેલા
- કૉપી લિંક
હાલ ઉનાળો ચાલી રહ્યો છે ત્યારે રાજકોટીયન્સમાં શિખંડ-આઈસ્ક્રીમ અને ઠંડા પીણાંનો વધુ ક્રેઝ જોવા મળે છે ત્યારે આજે મહાનગરપાલિકાની ફૂડ શાખાના દરોડામાં વાસી શિખંડ,આઈસ્ક્રીમ,સોસનો જથ્થો મળી આવ્યો હતો. ફૂડ વિભાગના મતે આવા ખોરાકના સેવનથી ગંભીર રોગ થઈ શકે છે.નોંધનીય છે કે મનપા ડેપ્યુટી કમિશનર આશીષકુમાર આજે દરોડાની ડ્રાઈવમાં જોડાયા હતા ત્યારે તેમણે આ અખાદ્ય ખોરાકનો સ્થળ પર નાશ કરાવીને આ બાબતે નોટિસ ફટકારી કાર્યવાહી કરી હતી.
14 કિલો શિખંડ ઝડપાયો
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર કચ્છ વિવિધ લક્ષી સહકારી મંડળી, યોગી ઇન્ડ. એરિયા, જામનગર રોડ, રાજકોટ મુકામે ચકાસણી કરતા સ્થળ પર સંગ્રહ કરેલ, એક્સપાયરી થયેલ 14 કિ.ગ્રા. શિખંડ અને 2 કિ.ગ્રા. આઈસક્રીમ મળી કુલ 16 કિ.ગ્રા. જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો અને હાઇજિનિક કન્ડિશન જાળવવા બાબતે નોટિસ આપવામાં આવી હતી.
વાસી બેકરી આઇટમ મળી
ફૂડ વિભાગ દ્વારા દ્વારકાધીશ એજન્સી, ભાવનગર રોડ, પાંજરાપોળ પાસે, રાજકોટ મુકામે ચકાસણી કરતા સ્થળ પર સંગ્રહ કરેલ, એક્સપાયરી થયેલ બેકરી આઇટમ, મુખવાસ, તથા સોસ મળી આવતા કુલ 6 કિ.ગ્રા. જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવેલ, હાઇજિનિક કન્ડિશન જાળવવા બાબતે નોટિસ આપવામાં આવી હતી.
ફ્રુટ તથા અન્ય વખારોનું ચેકીંગ કર્યું
ફૂડ વિભાગની ટીમ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે શહેરના શાસ્ત્રી મેદાનની સામે હોકર્સ ઝોનમાં આવેલ ખાધ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ 20 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. તેમજ કુલ 15 પેઢીને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ 15 નમૂનાની સ્થળ પર ચકાસણી કરી હતી. આ ઉપરાંત ફ્રુટ તથા અન્ય વખારોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ગોલ્ડ કેળાં કોલ્ડ સ્ટોરેજ, H.S. ફ્રૂટ સેન્ટર, સુલેમાન હાજી & સન્સ, ગોલ્ડ કેળાં કોલ્ડ અને જે.બી. વોટરને હાઇજિનિક કન્ડિશન જાળવવા બાબતે નોટિસ આપવામાં આવી હતી.
Post a Comment