الجمعة، 31 مارس 2023

10 એપ્રિલ સુધીમાં કલેક્ટર કચેરી ખાતે અરજી કરવાની રહેશે; 27 એપ્રિલના રોજ કાર્યક્રમ યોજાશે | Application to be made at the Collector's office by April 10; The program will be held on April 27 | Times Of Ahmedabad

બોટાદએક કલાક પહેલા

  • કૉપી લિંક

બોટાદના નિવાસી અધિક કલેક્ટર મુકેશ પરમાર તરફથી એક યાદીમાં જણાવ્યા પ્રમાણે એપ્રિલ-2023ના માસનો જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. 27/04/2023ના ગુરૂવારના રોજ સવારે 11:00 કલાકે બોટાદ જિલ્લા સેવા સદન-કલેક્ટર કચેરીના મિટિંગ હોલ, ખસ રોડ ખાતે યાજાશે.

આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર તથા કોર્ટ મેટરની બાબતો સિવાયની અરજી તથા ગ્રામ સ્વાગત અને તાલુકા સ્વાગતમાં અનિર્ણત રહેલી હોય, જે જિલ્લા કક્ષાએ નિર્ણય લઈ શકાય તેવા પ્રશ્રો અરજદાર આધાર પુરાવા સાથે વ્યક્તિગત પ્રશ્નની રજૂઆત કરી શકશે. તેમજ અરજદાર એક વિષયને લગતી રજૂઆત કરી શકશે. આવા પ્રશ્રો માટેની અરજી તા. 10/04/2023 સુધીમાં રજાના દિવસો સિવાય કલેક્ટર કચેરી, બોટાદ ખાતે સ્વીકારવામાં આવશે. જેની જાહેર જનતાને નોંધ લેવા વધુમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.