રણજીત સાગર રોડ પર નારણપર પાસે ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પલટી ગઇ, સ્વિમીંગ પુલમાં ન્હાવા ગયેલા પાંચ યુવાનોનો ચમત્કારિક બચાવ | On Ranjit Sagar Road, near Naranpar, the car overturned when the driver lost control of the steering, miraculous rescue of five youths who took a bath in the swimming pool. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • On Ranjit Sagar Road, Near Naranpar, The Car Overturned When The Driver Lost Control Of The Steering, Miraculous Rescue Of Five Youths Who Took A Bath In The Swimming Pool.

જામનગરએક કલાક પહેલા

  • કૉપી લિંક

જામનગરના રણજીત સાગર રોડ પર નારણપર ગામની ગોળાઈ નજીક એક કાર અકસ્માતે પલટી મારી ગઈ હતી. જે કારમાં અંદર પાંચ વ્યક્તિ સવાર હતા. જોકે, પાંચેયને કોઈ પણ પ્રકારની ઈજા કે જાન હાની થઈ ન હોવાથી તેઓના ચમત્કારીક બચાવ થયો છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગર થી રણજીતસાગર રોડ પર જવાના માર્ગે નારણપર ગામના પાટીયા પાસે જી.જે.01આર.એફ. 7686નંબરની કાર, કે જેના ચાલકે કાર પરથી કાબુ ગુમાવી દીધો હોવાથી કાર પલટી મારી ગઈ હતી, અને માર્ગ પર ઉંધી થઈને પડી હતી. ઉપરોક્ત કારમાં જામનગરના પાંચ યુવાનો બેઠા હતા અને નજીકમાં જ આવેલા સ્વિમીંગ પુલમાં રવિવારની રજાને લઈને નહાવા માટે ગયા હતા. ત્યાંથી પરત ફરતી વેળાએ આ અકસ્માત થયો હતો. સદ્દભાગ્યે કોઈ યુવાનને ઈજા થઈ ન હોવાથી સર્વેએ હાશકારો અનુભવ્યો હતો. જોકે કારમાં નુકસાન થયું છે.

જામનગર-સમાણા ધોરીમાર્ગ પર આવેલા નારણપર ગામની ગોળાઇમાંથી ગઇકાલે સાંજે જીજે-01- આરએફ 7686નંબરની કાર તેના ચાલકના કાબુ બહાર જઈ ગોથું ખાઈ ગઈ હતી. આ કારમાં સ્વિમિંગનો આનંદ લેવા આવેલા પાંચ યુવાનો હતા. ગોળાઇમાં પુરતો ટર્ન નહીં કપાતા મોટર રોડ ઉતરીને પલ્ટી મારી ગઈ હતી. જો કે, સદનસીબે કોઈને ઈજા થઈ ન હતી.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم