Tuesday, March 14, 2023

પાલનપુર સરકારી પોલિટેક્નિક ખાતે યોજાયેલા કેમ્પમાં 10 ઔદ્યોગિક એકમોમાં 308 વિદ્યાર્થીઓની નોકરી માટે પસંદગી કરવામાં આવી | 308 students were selected for jobs in 10 industrial units in a camp held at Palanpur Government Polytechnic. | Times Of Ahmedabad

બનાસકાંઠા (પાલનપુર)2 કલાક પહેલા

  • કૉપી લિંક

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ અને Knowledge Consortium of Gujarat (KCG) દ્વારા પ્રેરિત બનાસકાંઠા જિલ્લાની સરકારી અને અનુદાનિત ટેકનિકલ તેમજ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં સ્નાતક અને અનુસ્નાતકના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના રોજગાર માટેની વિશિષ્ટ પહેલ વર્ષ-2019 થી સરકાર દ્વારા કરવામાં આવેલ છે. ચાલુ વર્ષે પણ ઉપરોક્ત વિદ્યાર્થીઓના રોજગાર માટે સરકારી પોલીટેકનીક, પાલનપુર ખાતે મેગા પ્લેસમેન્ટ કેમ્પ-2023નું આયોજન કરવામાં આવ્યું હતું.

મેગા પ્લેસમેન્ટ કેમ્પમાં બનાસકાંઠા જિલ્લાની કુલ 14 સરકારી અને અનુદાનિત કોલેજના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા બી.ઇ., ડિપ્લોમા, બી.સી.એ., બી.એસ.સી., એમ.એસ.સી., બી.એ., બી.કોમ. અને એમ.કોમ. ના 480 વિદ્યાર્થીઓ ઈન્ટરવ્યું માટે હાજર રહ્યા હતા. પ્લેસમેન્ટ કેમ્પ માર્ચ-2023 દરમ્યાન કુલ- 308 વિદ્યાર્થીઓને જુદા જુદા 10 ઔદ્યોગિક એકમો દ્વારા નોકરી માટે પસંદ કરવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: