- Gujarati News
- Local
- Gujarat
- Dwarka
- Complaint Of Death Threat To Youth For Accepting Money In Khambhalia; 10 Electric Batteries Stolen From Signature Bridge In Okha…
દ્વારકા ખંભાળિયા3 કલાક પહેલા
- કૉપી લિંક

પૈસાની લેતી-દેતી બાબતે મારી નાખવાની ધમકી સબબ ફરિયાદ
ખંભાળિયાના રેલવે સ્ટેશન રોડ વિસ્તારમાં રહેતા અબ્દુલ શેઠા નામના 39 વર્ષના યુવાને અજમેર પીરની ટેકરી વિસ્તારમાં રહેતા અયુબ ગજ્જણ નામના શખ્સને થોડા સમય પૂર્વે રૂપિયા 30,000 હાથ ઉછીના આપ્યા હતા. જે રકમ આરોપી અયુબ પરત આપવા ન માંગતો હતો. તેણે ગત તારીખ આઠમી ફેબ્રુઆરીના રોજ દવા પીને આપઘાત કરવાનો કથિત રીતે ખોટો પ્રયાસ કર્યો હતો અને તેને હોસ્પિટલમાં સારવાર અપાયા બાદ તે સ્વસ્થ થયો હતો.
આ અંગે તેણે વીડિયો બનાવી અને વાયરલ પણ કરાવી ફરિયાદી અબ્દુલ ઇબ્રાહીમ સામે કથિત રીતે ખોટા આક્ષેપો પણ કર્યા હતા. ત્યારબાદ સમાધાન કરવા માટે અયુબે અબ્દુલ પાસેથી બીજા રૂપિયા 50,000ની માંગણી કરી હતી. ગઈકાલે સોમવારે ફરિયાદી અબ્દુલ તથા તેમના મિત્ર દિલીપસિંહ જાડેજા રેલ્વે સ્ટેશન રોડ પર આવેલા સરકારી ગોડાઉન વાળી ગલીમાં બેઠા હતા. ત્યારે ત્યાં આવી અને અયુબે બિભત્સ અપશબ્દો કાઢી, “તું મારી પાસે જે રૂપિયા માંગે છે, તે ભૂલી જજે અને બીજીવાર જો રૂપિયા માંગીશ તો તારા ટાટીયા ભાંગી નાખીશ. તને જાનથી મારી નાખીશ. હું તો ફરીથી દવા પીને આત્મહત્યા કરી લઈશ અને તારું નામ લખાવી દઈશ. તું જે રૂપિયા માંગે છે તે રૂપિયા તો આપવા નથી પણ જો તારે સમાધાન કરવું હોય તો રૂપિયા 50,000 આપી જજે”- તેવી ધમકી આપી હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
આમ, અવારનવાર બળજબરીપૂર્વક ફરિયાદી ઉપર દબાણ લાવીને આરોપીએ પોતાના આર્થિક ફાયદા માટે રૂપિયાની માંગણી કરી અને પોતે ખોટી રીતે દવા પીવાનું નાટક કરી, તેમાં ફરિયાદીનું નામ લખાવી, હેરાન પરેશાન કરવા સબબ અબ્દુલ ઇબ્રાહીમ શેઠાની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે અયુબ મામદ ગજ્જણ સામે આઈ.પી.સી. કલમ 389, 504 તથા 506 (2) મુજબ ગુનો નોંધી, ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.
ઓખામાં સિગ્નેચર બ્રિજ પાસેથી 10 ઇલેક્ટ્રીક બેટરી ચોરાઈ
ઓખામાં સિગ્નેચર બ્રિજની સાઈડ પર પાર્ક કરવામાં આવેલી જગ્યામાંથી બે ટ્રક સહિતના જુદા જુદા પાંચ વાહનમાંથી જુના જેવી 10 બેટરીની ચોરી થયાનું ખુલવા પામ્યું હતું. ચોરીના આ બનાવ અંગે હાલ ઓખાના નવીનગરી વિસ્તારમાં રહેતા અને મૂળ હરિયાણા રાજ્યના મેવાત જિલ્લાના રહીશ શોહરાબખાન મેવ (ઉ.વ. 43)ની ફરિયાદ પરથી ઓખા મરીન પોલીસે રૂ. 50,000ની કિંમતની 10 બેટરીની ચોરી થવા અજાણ્યા શખ્સો સામે આઈ.પી.સી. કલમ 379 મુજબ ગુનો નોંધી, તસ્કરોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
ઓખામાં જુગાર રમતા છ શખ્સો ઝડપાયા
ઓખાના બર્માસલ વિસ્તારમાંથી સ્થાનિક પોલીસે મોડી રાત્રીના સમયે જાહેરમાં ગંજીપત્તા વડે જુગાર રમી રહેલા ગફાર ભિખનભાઈ તુરક, કાસમ ઓસમાણ ભીખલાણી, જાફર હાસમ, ગોદળભા અમરસંગભા, સોયબ કાસમ અને એજાજ આદમ સમા નામના છ શખ્સોને ઝડપી લઇ, કુલ રૂપિયા 5,160નો મુદ્દામાલ કબજે કર્યો હતો.