મોડાસા ચાર રસ્તા ખાતે કોંગી અગ્રણીઓએ ભારે સૂત્રોચ્ચાર કર્યા; પોલીસે 10થી વધુ કાર્યકરોની અટકાયત કરી | Congolese leaders raised slogans at Modasa Char Rasta; Police detained more than 10 activists | Times Of Ahmedabad

અરવલ્લી (મોડાસા)21 મિનિટ પહેલા

  • કૉપી લિંક

રાજકીય પાર્ટીઓ પોતાના પક્ષના કાર્યકરો કે જવાબદાર હોદ્દેદારોના સમર્થનમાં ધરણા પ્રદર્શન કરીને ખુલ્લો ટેકો જાહેર કરતા હોય છે. ત્યારે કેન્દ્રીય કોંગી અગ્રણી અને સંસદ રાહુલ ગાંધીના સમર્થનમાં ધરણા યોજાયા હતા.

કોંગી અગ્રણી રાહુલ ગાંધીને માનહાની કેસમાં સુરત કોર્ટે બે વર્ષની સજા જાહેર કરી છે. સંસદ સભ્ય પદ પણ કાયદાની રુહે રદ કર્યું છે. ત્યારે આ નિર્ણયના વિરોધમાં અને રાહુલ ગાંધીના સમર્થનમાં આજે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણા યોજાયા હતા.

આજે મોડાસા ચાર રસ્તા ખાતે જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ સહિત સૌ અગ્રણીઓ એકઠા થયા હતા અને રાહુલ ગાંધીના સમર્થનમાં ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. હાથમાં પ્લે કાર્ડ રાખીને કોંગી કાર્યકરોએ વિરોધ દર્શાવ્યો હતો. જેને લઈ અરવલ્લી પોલીસે ધરણા કરી રહેલા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત 10 કાર્યકરોની અટકાયત કરી મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم