વડતાલ સ્વામીનારાયણ મંદિરમાં 1100 કિલો જામફળનો અન્નકૂટ ધરાવાયો, દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી | Vadtal Swaminarayan temple has 1100 kgs of guava food, devotees feel blessed | Times Of Ahmedabad

નડિયાદ31 મિનિટ પહેલા

  • કૉપી લિંક

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય તીર્થધામ વડતાલ નિજ મંદિરમાં રવિવારે ધરમપુરના હરિભક્ત સ્નેહલ પટેલે પોતાની વાડીમાં ઉછરેલા લગભગ 1100 કિલો જામફળ શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી હરિકૃષ્ણ મહારાજ સહિત આદિ દેવોને ધરાવવા માટે વડતાલ લઈ આવ્યા હતા.

જામફળનો પ્રસાદ વૃદ્ધાશ્રમ, અનાથ આશ્રમ, પ્રાથમિક શાળા અને કન્યા શાળામાં પ્રસાદ રૂપે આપવામાં આવશે
મંદિરમાં શણગાર આરતી બાદ મંદિરના બ્રાહ્મણો દ્વારા દેવો સમક્ષ 1100 કિલો જામફળનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. વડતાલ મંદિરના કોઠારી ડો. સંત સ્વામીએ જણાવ્યું હતું કે, વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ ભક્તોના મનોરથ પૂર્ણ કરે છે. ત્યારે ભક્તો ભગવાનને રાજી કરવા માટે ઋતુ પ્રમાણે ફળોના અન્નકૂટ ધરાવતા હોય છે. તાજેતરમાં બોર, વરિયાળીનો અન્નકૂટ ભરવામાં આવ્યો હતો. ભક્ત સ્નેહલભાઈએ તૈયાર કરેલા જામફળની વાડીનો પહેલો ફાલ વડતાલના દેવોને ધરાવવા માટે લઈ આવ્યા છે. સવારે 7:30થી સાંજે 6 વાગ્યા સુધી હજારો ભક્તોએ જામફળ અંકુટના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. સમગ્ર અન્નકૂટ ઉત્સવનું આયોજન શ્યામવલ્લભ સ્વામીએ કર્યું હતું. આ જામફળનો પ્રસાદ વૃદ્ધાશ્રમ, અનાથ આશ્રમ, પ્રાથમિક શાળા અને કન્યા શાળામાં પ્રસાદ રૂપે આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم