અમદાવાદ9 મિનિટ પહેલા
- કૉપી લિંક
અમદાવાદના હાટકેશ્વર બ્રિજમાં નબળી ગુણવત્તાના બાંધકામના કારણે ગાબડાં પડ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે અને છેલ્લા આઠ મહિનાથી બ્રિજ લોકો માટે બંધ છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા પણ આ સમગ્ર મામલે તપાસ શરૂ કરવાનો એક મહિના છતાં પણ હજી સુધી બ્રિજ મામલે કોઈપણ નિર્ણય લેવામાં આવ્યો નથી કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓને બચાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર જ્યોર્જ ડાયસ અને ગોમતીપુરના કોંગ્રેસના કોર્પોરેટર ઈકબાલ શેખ દ્વારા આજે સાંજે હાટકેશ્વર બ્રિજ ખાતે સહી ઝુંબેશનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. બ્રિજ મામલે ન્યાયિક તપાસ અને સીટની રચના ની માંગ સાથે આ સહી ઝુંબેશ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો પરંતુ પોલીસ છે જ્યોર્જ ડાયસ સહિત 10 જેટલા લોકોની અટકાયત કરી લીધી હતી.
શહેરના ભ્રષ્ટાચારના પ્રતીક સમાન હાટકેશ્વર બ્રિજની સાથે હકીકત બહાર લાવવા તેમજ મટીરીયલની મોટા પ્રમાણ મા ચોરી કરનાર અને મોટા પાયે ગેરરીતિ આચરનાર કોન્ટ્રાક્ટર,કન્સલ્ટન્સી, થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરનાર અને અધિકારીઓ સામે ફોજદારી રાહે કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે.બ્રિજમાં થયેલી મોટાપાયે થયેલી ગેરરીતીની તટસ્થ અને ન્યાયી તપાસ થાય તેના માટે સીટની રચના કરવા સહી ઝુંબેશ કાર્યક્રમના માધ્યમથી નાગરિકો, વ્યાપારીઓ,વાહન ચાલકો વગેરે ની આવેદન પત્રમાં સ્વેચ્છિક સહીઓ દ્વારા માગણી કરી હતી.
હાટકેશ્વર બ્રિજ ખાતે સહી ઝુંબેશ કાર્યક્રમને નિષ્ફળ કરવા મ્યુનિસિપલ કોર્પોરેટર ઈકબાલ શેખ, પૂર્વ કોર્પોરેટર જ્યોર્જ ડાયસ, વિશાલ ગુજર,રાજેન્દ્ર સેંગલ, રાજેશ પંજાબી,સંજય સામેત્રીય, મેહુલ રાજપુત,જયેસ સોલંકી, ફૈશલ અલી સિદ્ધિકી,વિમલ ગજ્જર,અરવિંદ પટેલને ટીંગાટોળી કરી અટકાયત કરી હતી. તમામને ખોખરા પોલીસ સ્ટેશન લઈ ગયા ત્યારે કાર્યકરોએ લોકશાહી વિરોધી પોલીસ સામે પોલીસ સ્ટેશનમાં રામધૂન બોલાવી હતી