Tuesday, March 14, 2023

લગ્નની લાલચ કે અન્ય કારણોસર ઘરેથી ગુમ થયેલી ચાર સગીરાઓને 10 દિવસમાં શોધી પરિવાર સાથે મિલન કરાવ્યું | Four minors who went missing from home due to marriage lure or other reasons were found and reunited with their families within 10 days. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Four Minors Who Went Missing From Home Due To Marriage Lure Or Other Reasons Were Found And Reunited With Their Families Within 10 Days.

નવસારીએક કલાક પહેલા

કોઈને કોઈ કારણે ઘરેથી કહ્યા વિના નિકળી જતા લોકોની ગુમ થયાની ફરીયાદો પોલીસ ચોપડે નોંધાતી રહે છે. જેમાં સગીર વયની બાળાઓને પ્રેમજાળમાં ફસાવી, ભગાવી જવાની ઘટનાઓ પણ સામે આવતી રહી છે. ત્યારે નવસારી જિલ્લા પોલીસે છેલ્લા 10 દિવસોમાં ગુમ થયેલી 4 સગીરાઓને શોધી તેમના પરિવારજનો સાથે ભેટો કરાવ્યો છે. જ્યારે ભગાવી જનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે.

ઘર કંકાસ, પરિવારજનો વચ્ચેની કોઈ વાતની માથાકૂટ, કાચી ઉંમરનો પ્રેમ, કોઈ બીમારી અથવા આર્થિક કે સામાજિક અન્ય કોઈપણ કારણસર ઘણા લોકો પોતાનું ઘર છોડીને જતા રહે છે. જેમાં ઘણા કિસ્સાઓમાં સગીર વયની કિશોરીઓ અને યુવતી યુવાન સાથેના પ્રેમમાં તેની સાથે સંસાર માંડવાની આશાએ ઘર છોડી ભાગી જતી હોય છે. નવસારી જિલ્લાના પોલીસ મથકોમાં 18 વર્ષથી નીચેના 26 સગીરો અને 18 વર્ષથી ઉપરના 299 સ્ત્રી પુરૂષો મળી કુલ 325 લોકો ઘરેથી જતા રહ્યા હોવાની અથવા સગીરા કે યુવતીને ભગાડી જવાની ફરીયાદો નોંધાઈ હતી. જેમાં 10 દિવસોથી ચલાવવામાં આવી રહેલી વિશેષ ડ્રાઈવમાં જિલ્લા પોલીસને સફળતા મળી અને 4 સગીરાને શોધી, તેને લગ્નની લાલચે અથવા પ્રેમજાળમાં ફસાવી ભગાડી જનાર યુવાનોની ધરપકડ કરી, કિશોરીઓને તેમના માતા પિતાને સોંપી છે.

આજ પ્રકારે 299 લોકો જે ઘરેથી કોઈને કોઈ કારણે કાઇપણ કહ્યા વિના જતા રહ્યા હતા, એમાંથી 13 લોકોને પણ પોલીસે શોધી કાઢ્યા છે. સાથે જ તેમનો સંપર્ક કરી, તેમના પરિવાર સાથે મિલન કરાવવા અથવા પરિવાર સાથે સંપર્ક કરાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ગત 6 મહિના અગાઉ નવસારીની એક સગીરાને લગ્નની લાલચે ભગાડી જનાર રોહિત દંતાણીને નવસારી ટાઉન પોલીસે ઝડપી પાડી બળાત્કાર અને અપહરણની ધારાઓ હેઠળ ધરપકડ કરી હતી. સાથે જ પીડિત સગીરાને છોડાવી તેના પરિવારજનોને સુપ્રત કરી છે.

ઘરનો સભ્ય કોઈને કોઈ કારણથી ઘર છોડવા મજબૂર થઈ ઘર છોડી જતા રહે એ ક્યારેક વર્ષો સુધી પરત નથી ફરતા હોતા. ત્યારે પરિજનોની મનોસ્થિતિ વિકટ બનતી હોય છે. ખાસ કરીને બાળકોના કિસ્સાઓમાં માતા પિતાની સ્થિતિ નાજુક બનતી હોય છે. ત્યારે નવસારી પોલીસ દ્વારા ગુમ કે અપહરણ થયેલ સ્વજનને પરિવાર સાથે મેળવી આપવાની કામગીરી અનેક પરિવારોમાં ખુશી ફેલાવશે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: