Tuesday, March 14, 2023

નશામુક્તિના ઉદેશ્ય સાથે 6 હજાર કિમીની દોડ પર નીકળેલા રૂપેશ મકવાણા વલસાડ પહોંચ્યા | Rupesh Makwana, who set out on a 6 thousand km run with the aim of getting rid of addiction, reached Valsad. | Times Of Ahmedabad

વલસાડએક કલાક પહેલા

  • કૉપી લિંક

દેશના યુવાનો નશામુક્ત થાય, સ્પોર્ટ્સ પ્રત્યે રુચિ વધે અને તણાવમુક્ત રહે એ ઉદ્દેશ્ય સાથે “યુવા બચાઓ દેશ બચાઓ” અને “સેવ ધ અર્થ” મિશનને લઈને નીકળેલા રૂપેશ મકવાણા 6 હજાર કિમીની દોડ ઉપર નીકળ્યા છે. તેઓ 21 ફેબ્રુઆરીએ દિલ્હીથી નીકળ્યા હતા અને અત્યાર સુધી 1210 કીમીની પદયાત્રા પુરી કરી 13 માર્ચે સાંજે 5 વાગ્યે વલસાડ પહોંચ્યા હતા. સ્થાનિક ક્લબ સન્ડે સ્પોર્ટ્સ વલસાડની ટીમ દ્વારા એમનું સ્વાગત ધરમપુર ચોકડી પર કરવામાં આવ્યું હતું અને હોટેલ પ્રીત પેલેસમાં રાત્રી રોકાણની વ્યવસ્થા કરવામાં આવી હતી.

રૂપેશભાઈના જણાવ્યા મુજબ તેઓ 99 દિવસમાં 6 હજાર કિમી રનિંગ કરશે. હાલ તેઓ દરરોજ 65-70 કીમીની યાત્રા કરે છે. તેઓ દિલ્હીથી જયપુર, અજમેર, અમદાવાદ, સુરત થઈ વલસાડ પહોંચ્યા હતા. હવે મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, કોલકતા, ઝારખંડ, બિહાર અને ઉત્તરપ્રદેશ થઈ પાછા દિલ્હી પહોંચશે. આ દોડ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાશે. 14 માર્ચેની વહેલી સવારે રૂપેશભાઈ વાપી તરફ રવાના થયા હતા.

અન્ય સમાચારો પણ છે…