- Gujarati News
- Local
- Gujarat
- Surat
- In Surat’s Kosmadi Village, Two Groups Attacked Each Other With Wooden Blows Over Not Being Allowed To Enter The Fields, 10 Were Injured.
સુરત33 મિનિટ પહેલા
સુરત જિલ્લાના કોસમાડી ગામમાં બે જૂથો વચ્ચે અથડામણ થતા પોલીસે કાર્યવાહી કરી હતી.
સુરત જિલ્લાના કામરેજ તાલુકાના કોસમાડી ખાતે બે જૂથ વચ્ચે જૂથ અથડામણ થઈ હતી. ખેતરમાં ન આવવા દેવા મુદ્દે ઝઘડો ઉગ્ર બન્યો હતો. જેમાં 10 જેટલા ઈસમોને ઇજા થઇ હતી. ગામમાં સામ સામે બે જૂથો વચ્ચે અથડામણ થતા પોલીસે કુલ 22 જેટલા ઈસમો વિરુદ્ધ રાયોટિંગનો ગુનો નોંધ્યો છે. જ્યારે અમુક ઈસમોની અટકાયત કરી છે.
કોસમાડી ગામમાં બબાલ
કામરેજ તાલુકાના કોસમાડી ગામ ખાતે બે ઈસમો વચ્ચે ખેતરના નહિ આવવા દેવા ઝઘડો થયો હતો. શરૂઆતમાં આ બાબતે સામાન્ય બોલાચાલી બાદ ઉગ્ર બનતા બન્ને ઈસમોએ પોતાના ગ્રુપના માણસો બોલાવતા બન્ને જૂથો પથ્થર અને લાકડાના ફટકાઓ, પાઇપ વડે એક બીજા પર હુમલો કરતા જૂથ અથડામણનું સ્વરૂપ લઇ લીધું હતું. જેમાં 10 જેટલા ઇસમોને ઇજા થવા પામી હતી.
સામ સામે ફરિયાદ નોંધાય
જેને પગલે ઘટના સ્થળ પર કામરેજ પોલીસનો મોટી સંખ્યામાં કાફલો પહોંચીને મામલો થાળે પાડી 8 જેટલા ઇસમોની અટકાયત પણ કરી હતું. ત્યારબાદ અન્ય ઈસમો મળી કુલ 22 જેટલા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. યુવાનોએ સતત એક બીજા ઉપર પથ્થરમારો કર્યો હતો અને લાકડાના ફટકા વડે હુમલો કરતા 2 મહિલા સહિત 10 લોકોને ઈજા થઈ હતી.
એટ્રોસિટી અને રાયોટિંગ સહિતના ગુના દાખલ
કામરેજ પોલીસ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી.ભટોળે જણાવ્યું કે, કોસમાડી ગામમાં સામસામે બે જૂથો વચ્ચે માથાકૂટ થઈ હતી. જેમાં બંને તરફથી એક બીજા ઉપર હુમલા કરવામાં આવ્યા હતા. છૂટા પથ્થરો મારવામાં આવ્યા હતા તેમજ લાકડાના ફટકાને એકબીજા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. ખેતરમાં આવવાના દેવાની બાબતને લઈને થયેલા ઝઘડાને કારણે મારામારી થઈ હતી. પોલીસે તાત્કાલિક અસરથી ઘટના સ્થળ ઉપર પહોંચીને એટ્રોસિટી તેમજ રાઇટીંગના ગુના નોંધી તપાસ શરૂ કરી છે.