અરવલ્લી (મોડાસા)37 મિનિટ પહેલા
કોઈપણ વાહન ચાલક વાહન ચલાવતી વખતે સ્પીડ પર કાબૂ ના રાખે તો મોટી હોનારત સર્જાવાની સંભાવના રહે છે. ત્યારે આવો જ એક અકસ્માત મોડાસાના સાકરીયા પાસે સર્જાયો છે. મોડાસાના સાકરીયા પાસે બે કાર પસાર થઈ રહી હતી એ દરમિયાન એક કાર બીજી કારની ઓવરટેક કરતી હતી ત્યારે અકસ્માત સર્જાયો હતો. એક કારે બીજી અલ્ટો કારને અડફેટે લીધી હતી.

અકસ્માતમાં એક કાર અલ્ટો કારના દરવાજા સાથે ઘસડાઈ હતી. કારમાં સવાર પતિ પત્ની અને તેમની પુત્રીને ઈજા થઈ હતી. જેમાં પત્નીને વધુ ઈજા થતાં સારવાર અર્થે 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઓવરટેક કરવાના ચક્કરમાં આવી બેદરકારી થતાં અકસ્માત સર્જાયો હતો. જો કે સદનસીબે કોઈ જાનહાની થઈ નહોતી.

અન્ય સમાચારો પણ છે…