સરદાર પટેલ યુનિવર્સિટી અનુસ્નાતક અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા નેશનલ સેમીનાર યોજાયો, અર્થશાસ્ત્ર વિષયના 100 જેટલા અધ્યાપકો-વિદ્યાર્થીઓ હાજર રહ્યા | Sardar Patel University Post Graduate Department of Economics organized a National Seminar, about 100 faculty-students of Economics attended. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Sardar Patel University Post Graduate Department Of Economics Organized A National Seminar, About 100 Faculty students Of Economics Attended.

આણંદ7 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સરદાર પટેલ યુનિવર્સિટી અનુસ્નાતક અર્થશાસ્ત્ર વિભાગ, દ્વારા UGC Centre for Advanced Studies Phase II અંતર્ગત Economics of Gender: Policies, Contemporary Narratives and Prospects વિષય પર એક દિવસીય નેશનલ સેમીનાર યોજવામાં આવ્યો હતો. સેમિનારના ઉદ્દઘાટન કાર્યક્રમના અધ્યક્ષ કા. કુલપતિ પ્રો.નિરંજનભાઈ પટેલ હતા, જેમાં અતિથિવિશેષ તરીકે અર્થશાસ્ત્ર વિભાગના ભૂતપૂર્વ અધ્યક્ષ પ્રો. મહેશભાઈ પાઠક રહી આશીર્વચન પાઠવ્યા હતા.

આ પ્રસંગે પ્રો. પાઠકે જણાવ્યું હતું કે, જે તે સમયે સેમિનારમાં એચ.એમ.પટેલનાં માર્ગદર્શનમાં શૈક્ષણિક નિષ્ણાંતો ઉપરાંત નીતિ ઘડનારાઓ રસ ધરાવી, સેમિનારના તારણો અમલમાં લાવવા પ્રયત્નો કરતાં. આ ઉપરાંત રજીસ્ટાર ભાઈલાલભાઈ પટેલ હાજર રહ્યા હતા. સેમીનારમાં શાબ્દિક સ્વાગત અને સેમીનાર થીમનો પરિચય અર્થશાસ્ત્ર વિભાગાધ્યક્ષ અને સેમિનારના ડાયરેક્ટર ડૉ. કિંજલબેન આહીર દ્વારા આપવામાં આવ્યો હતો.

આ સેમીનારમાં ત્રણ વિષય નિષ્ણાંત દ્વારા કી પેપર રજૂ થયા, જેમાં પ્રથમ ભાવનગર યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ પ્રો. કે.એમ.જોશી દ્વારા જેન્ડર અને એજ્યુકેશન વિષય ઉપર રજૂ કરવામાં આવ્યું હતું.પ્રો.જોશીએ આંકડાકીય માહિતીના આધારે જણાવ્યું હતું કે ઉચ્ચ શિક્ષણમાં ભાગીદારીનાં સંદર્ભે તો જાતિલક્ષી સમાનતા છે, પરંતુ વિષય પસંદગી જેમાં ખાસ એન્જિનીયરીંગ અને ટેકનોલોજી વિષયોમાં પુરુષો તરફેણમાં સંખ્યા વધુ છે.ત્યારબાદ ડૉ.વિકાસ દેસાઈ દ્વારા કી પપેર જેન્ડર અને હેલ્થ વિષય ઉપર રજૂ કરવામાં આવ્યું હતું.

આ તબક્કે પ્રો. દેસાઈએ માહિતીને આધારે જણાવ્યું હતું કે, પર્યાવરણીય પરિવર્તનોની વધારે માઠી અસર મહિલાઓના સ્વાસ્થ્ય પર વધુ વિપરીત થાય છે. અને ત્રીજું કી પેપર SEWA (Self Employed Women’s Association) ના બહેનો દ્વારા સેવાની કામગીર અને બહેનો માટે સ્વ-રોજગારની તકો ઉપર રજૂ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત SEWA માંથી આવેલ બહેનોએ તેની સંસ્થાની બહેનો દ્વારા બનાવેલ વિવિધ વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ પણ કરવામાં આવ્યું હતું. SEWA ની કામગીરીને બિરદાવતા પ્રો. પાઠકે જણાવ્યું કે એચ. એમ. પટેલની ઈચ્છા હતી કે, યુનિવર્સિટી ગરીબો અને જરૂરિયાતમંદો માટેનાં ઉત્પાદન માટે કાર્યનિષ્ઠ રહે તે SEWA ની સેમિનારમાં હાજરીથી સાર્થક થયું છે. આ પ્રથમ સેશનમાં ચેરપર્સન તરીકેની કામગીરી પ્રો. દર્શનાબેન દવેએ નિભાવી હતી.

આ નેશનલ સેમિનારમાં બીજા ટેકનીકલ સેશનમાં બે ભાગમાં કુલ 17 સંશોધન પેપર આવ્યા હતા જેમાંથી 15 સંશોધકોને પોતાનું સંશોધન પેપર રજૂ કરવાની પરવાનગી આપવામાં આવી હતી. જેમાં પ્રો. યોગેશ સી. જોશી, પ્રો.મીતેશભાઇ જયસ્વાલ,પ્રો.એસ.એસ.કલમકર અને ડૉ.કામીનીબેન શાહે સેશનમાં ચેરપર્સન તરીકેની કામગીરી નિભાવી હતી. તેમજ રેપોર્ટીયર તરીકે વિભાગના પીએચ. ડી.ના વિધાર્થીઓ સાગર રોહિત, ઉર્વીશા મેતલિયા અને યુક્તા પરમાર એ ફરજ નિભાવી હતી. સેમિનારમાં જુદી જુદી યુનિવર્સિટીઓનાં 100 જેટલા અર્થશાસ્ત્ર વિષયના અધ્યાપકો, વિધાર્થીઓ વગેરે હાજર રહી સકારાત્મક પ્રતિભાવો આપ્યા હતા. આ સમગ્ર સેમીનારને સફળ બનાવવામાં અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ, સ્ટાફગણ, વિધાર્થીઓએ અને કોઓડીનેટર ડૉ.આર.પી.પરસાણીયાએ પોતાનું યોગદાન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم