256ની જગ્યાએ 30291 યુનિટનું અધધધ..2,79,648 રૂપિયાનું બિલ મળતાં ડાયમંડ બ્રોકરનો જીવ અધ્ધર થઈ ગયો | A diamond broker lost his life after receiving a bill of Rs 2,79,648 for 30291 units instead of 256. | Times Of Ahmedabad

સુરત3 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સુરતમાં GEB ની ભૂલ ને કારણે એક વ્યક્તિનો જીવ અધ્ધર થઈ ગયો હતો. અડાજણ પાટીયા વિસ્તારમાં આવેલા દીપા કોમ્પ્લેક્સમાં રહેતા હીરા દલાલને ભૂલથી દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા 2.7લાખ રૂપિયાનું લાઈટ બીલ આપી દેવાતા વેપારી ચિંતા મુકાઈ ગયો હતો.વેપારીને આજ દિન સુધી ટોટલ 256 યુનિટ જ વીજ વપરાશ કર્યો હતો જેની સામે GEB દ્વારા 30291 યુનિટની બિલ બનાવીને આપી દેવાયું હતું.જોકે GEB એ પોતાની ભૂલ સ્વીકારી છે અને નવું બિલ બનાવી આપવાની ખાતરી આપી છે.

લાઈટ બીલ આવતા વેપારીનો અધ્ધર

સુરતના અડાજન પાટીયા વિસ્તારમાં આવેલા દીપા કોમ્પ્લેક્સના B 1 અરિહંત કોમ્પ્લેક્સના ઘર નંબર 701 માં જીગ્નેશકુમાર ફુફાણી રહે છે. જીગ્નેશ કુમાર હીરાની દલાલી નો નાનો મોટો વેપાર કરે છે. તેમના ઘરે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ નો વીજળી સપ્લાય મળે છે.ત્યારે આ વેપારી આ વખતે પોતાના ઘરનું વીજળીનું લાઈટ બિલ જોઈ શોક થઈ ગયા હતા. લાઈટ બિલ હાથમાં પકડતા જ તેમને 440 વોટ નો કરંટ લાગ્યો હોય તેમ સ્તબ્ધ થઈ ગયા હતા.અત્યાર સુધી જીગ્નેશ ભાઈ 1500ત થી 2500 રૂપિયાનું સરેરાશ બિલ ભરતા હતા. અને આ વખતે અચાનક જ જીઈબી દ્વારા જીગ્નેશ ભાઈ ને 2.79 લાખ રૂપિયાનું વીજળી વપરાશ નું બિલ આપતા તેમનો જીવ અધ્ધર થઈ ગયો હતો.

GEB દ્વારા સરેરાશ 250યુનિટ ની સામે 30 હજાર યુનિટનું બિલ અપાયું

જીગ્નેશભાઈ ફુફાણીનો ગયા માસના વીજળી બિલનું મીટર રીડિંગ 29, 666 યુનિટ વપરાશ બતાવ્યો હતો. જ્યારે આ વખતે તે વધીને સીધો 59,957 યુનિટ વપરાશ વીજ કંપની દ્વારા બિલ માં દર્શાવ્યો હતો. જેને લઇ ગયા બિલ કરતાં આ બિલ ના યુનિટમાં વીજ કંપની દ્વારા જીગ્નેશ ભાઈ ને 30,291 યુનિટ વપરાશ કર્યો હોવાનું બતાવીને તે મુજબના ચાર્જ પ્રમાણે 2,79,648 રૂપિયાનું વીજ બીલ જીગ્નેશભાઈ ના ઘરે આપવામાં આવ્યું હતું. જોકે જીઈબી દ્વારા 59957 યુનિટ આજના બિલ માં દર્શાવ્યું છે પરંતુ જીગ્નેશ ભાઈ ના મીટરમાં 29,922 જ રીડિંગ બતાવવામાં આવી રહ્યું છે. જેને લઇ સરેરાશ 250 યુનિટ ની સામે GEB દ્વારા ૩૦ હજારથી વધુ યુનિટ નું લાખો રૂપિયાનું બિલ આપવામાં આવ્યું હતું.

લાખો રૂપિયાનું બિલ જોતા વેપારી ડિપ્રેશનમાં આવી ગયા

લાખો રૂપિયાનું લાઈટ બિલ મેળવનાર જીગ્નેશ ભાઈ ફુફાણીએ જણાવ્યું હતું કે હું સામાન્ય હીરા દલાલી નો વેપાર કરું છું. મહિને પંદરથી વીસ હજાર એવરેજ કમાઉ છું. દર વખતે હું 1,500 થી 2500 ની વચ્ચે લાઈટ બિલ આવે છે તે મુજબ હું ભરી શકું છું. ગત વખતે પણ 1394 લાઈટ બિલ હતું અને મેં 1400 રૂપિયા ભરી દીધું હતું. પરંતુ આ વખતે અચાનક જ ₹2,79,000 જેટલું લાઈટ બિલ લાવતા હું ડિપ્રેશનમાં આવી ગયો હતો. મેં અને મારા સાથી મિત્રએ બિલમાં ક્યાંક ભૂલ હોવાની વાત DGVCL ને ફોન કરી રજૂઆત કરી હતી પરંતુ ત્યારે તેમણે એમ જ કહ્યું કે બિલ તો તમારે ભરવું જ પડશે. જેથી હું ખૂબ જ ચિંતામાં મુકાયો હતો અને મારા મિત્ર પાસે મેં બિલ ભરી દેવા માટે બે લાખ રૂપિયા માંગ્યા પણ હતા.

રીડિંગના ટાઈપિંગ મિસ્ટેકને કારણે ખોટું બિલ અપાઈ ગયું છે

વેપારીને આપવામાં આવેલા લાખો રૂપિયાના બિલ અંગે ડીજીવીસીએલના અધિકારી સાથે વાત કરવામાં આવી હતી ત્યારે અડાજન ઝોનના વીજ અધિકારી ગામીત સાહેબ જણાવ્યું હતું કે જીગ્નેશ ભાઈ ને જે બિલ આપવામાં આવ્યું છે તેમાં રીડિંગ વખતે ટાઈપીંગ મિસ્ટેક થઈ ગઈ છે. ઘણી વખત રીડિંગ લેવા જતા કર્મચારી દ્વારા ભૂલથી આંકડાની ફેરબદલ થઈ જાય છે. અમે જીગ્નેશ ભાઈ ને કહ્યું છે કે તમારું બિલ નવું જનરેટ થઈને આપવામાં આવશે. ગઈકાલે રામનવમીને કારણે રજા હોવાથી તેમનું નવું બિલ જનરેટ નહોતું કરી શકાયું. પરંતુ આજે તેમનું બિલ જનરેટ થઈ ગયું છે અને તેમને પહોંચાડી પણ દેવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم