Friday, March 10, 2023

અમદાવાદના આસપાસના વિસ્તારો માટે ઔડા આવાસ યોજના, પ્રાથમિક તબક્કામાં 1000 જેટલા મકાનો બનાવાશે | About 1000 houses will be constructed in the primary phase of the Auda Awas Yojana for the surrounding areas of Ahmedabad | Times Of Ahmedabad

અમદાવાદ13 મિનિટ પહેલા

અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (AUDA)નું વર્ષ 2023-24નું બજેટ આજે ઔડાના ચેરમેન અને મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર એમ. થેંન્નારેસન તેમજ મુખ્ય કારોબારી અધિકારી ડીપી દેસાઈ દ્વારા રજુ કરવામાં આવ્યું હતું. રૂ. 1275 કરોડનું બજેટ આજે મંજૂર કરવામાં આવ્યું છે. ઔડા હસ્તક આવતા ગામો અને વિસ્તારમાં સ્ટોર્મ વોટર લાઈન, ડ્રેનેજ અને પાણીની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. રાપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મકાન મળી રહે તેના માટે ઔડા આવાસ યોજનાના નામે નવી આવાસ યોજના શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં બે બેડરૂમ, હોલ અને કિચનના મકાનો બનાવવામાં આવશે. પ્રાથમિક ધોરણે હાલ 10 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. જે અંતર્ગત 1000 જેટલા મકાનો બનશે.

ઔડાના મુખ્ય કારોબારી અધિકારી ડીપી દેસાઈએ જણાવ્યું હતું કે આજે 292મી બોર્ડ બેઠક યોજાઈ હતી જેમાં વર્ષ 2023- 24નું રૂ. 1,275 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે જેમાં આવક રૂ. 1311 કરોડની અને ખર્ચ ₹1272 કરોડનો મૂકવામાં આવ્યો છે. જે રીતે EWS આવાસ યોજનાના મકાનો છે તેમ હવે ઔડા વિસ્તારમાં ટીપી સ્કીમમાં જે પ્લોટ મળે છે તેમાં ઔડા આવાસ યોજના ના નામે નવી આવાસ યોજના શરૂ કરવાનો આજે નિર્ણય લેવામાં આવ્યો છે. બે બેડરૂમ, હોલ અને કિચનના નવા મકાનો બનાવવામાં આવશે. પ્રાથમિક ધોરણે અંદાજે 1000 જેટલા મકાનો રૂ. દસ કરોડની જોગવાઈ આજે બજેટમાં મૂકવામાં આવી છે. ઔડા રીંગ રોડ પર હાલમાં દહેગામ મુમુદપુરા અને કમોડ પાસે બ્રિજ બનવાની કામગીરી ચાલે છે જેની પાછળ રૂપિયા 80 કરોડનો ખર્ચ કરવામાં આવશે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે ઔડા વિસ્તારમાં પીવાના પાણીની સુવિધા મળી રહે તેના માટે થઈ અને નવા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ નાખવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. જેમાં જાસપુર નજીક જ અંદાજે 125 એમએલડીનો અને દહેગામ નજીક જલુન્દ્રા પાસે 50 એમએલડીનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ નાખવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. રીંગરોડની આસપાસ 3 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા 45 જેટલા ગામોમાં પીવાના પાણીના પ્રોજેક્ટની કામગીરી માટે જળ જીવન યોજના હેઠળ રૂ.100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

આગામી વર્ષ 2036માં ભારતમાં ઓલમ્પિક નું આયોજન કરવામાં આવ્યું છે જેને ધ્યાનમાં રાખી અને પણ નવા આયોજનો કરવામાં આવ્યા છે. ખાસ કરીને નવા રીંગરોડ બનશે જેમાં આ ઓલમ્પિક અંતર્ગત ખૂબ જ ઉપયોગી બની રહેશે. રીંગરોડ પરના 10 જેટલા જંકશનનો ઉપર ફલાય ઓવર બ્રિજ બનાવવામાં આવશે. રૂપિયા 150 થી 200 કરોડના ખર્ચે આ બ્રિજ બનાવવામાં આવશે.

બજેટની મુખ્ય બાબતો

– રિંગ રોડ પર બ્રિજના હાલ ચાલુ કામગીરીના આયોજન માટે 80 કરોડની જોગવાઈ

– પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નિર્માણાધિન આવાસ માટે 70 કરોડની જોગવાઈ

– એલ.આઇ.જી આવાસો માટે 10 કરોડની જોગવાઈ

– ઔડા વિસ્તારમાં ટીપી અને ડીપી વિસ્તારોમાં રોડ બાંધકામ માટે 350 કરોડની જોગવાઈ

– ઔડા વિસ્તારના રહેવાસીઓ માટે વોટર સપ્લાય સુવિધા માટે 60 કરોડની જોગવાઈ

– ડ્રેનેજ સ્ટ્રોમ વોટર, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના નવા અને જૂના કામો માટે 61.20 કરોડની જોગવાઈ

– ઔડા વિસ્તારમાં તળાવ બગીચાના વિકાસ માટે 250 કરોડની જોગવાઈ

– નવા 10 ગામોના તળાવોનો વિકાસ કરવાનો સમાવેશ

– ઔડા ભવનના નિર્માણ માટે 10 કરોડની જોગવાઈ

– રમત ગમતના મેદાનો વિકસાવવા માટે 5 કરોડની જોગવાઈ

– 4 ગ્રોથ સેન્ટરોમાં અમદાવાદ જેવી સુવિધાઓ આપવા માટે 20 કરોડની જોગવાઈ

– અધતન સ્મશાન ગૃહ બનાવવા માટે 3.62 કરોડની જોગવાઈ

– સદભાવના ગ્રામોતથાન ફંડ અંતર્ગત ગામડાઓના વિકાસ માટે 26 કરોડની જોગવાઈ

– બોપલ ખાતે બની રહેલા ફાયર સ્ટેશનના બાંધકામ માટે 1.11 કરોડની જોગવાઈ

– ઓડિટોરિયમ અને કોમ્યુનિટી હોલના ચાલુ કામ માટે 30.42 કરોડની જોગવાઈ

– જલ જીવન યોજના અંતર્ગત આશરે 45 ગામોમાં પીવાના પાણીના પ્રોજેક્ટની કામગીરી માટે 100 કરોડની જોગવાઈ

અન્ય સમાચારો પણ છે…

Related Posts: