વઢવાણ માર્કેટિંગ યાર્ડના ચેરમેન સહિત 11 લોકો સામે રૂ. 2.66 કરોડની ઉચાપતની ફરિયાદ, મંડળી ફડચામાં ગઈ હોવા છતા બારોબાર નાણા ઉપાડી લીધા | Against 11 people including Chairman of Wadwan Marketing Yard Rs. Complaint of embezzlement of 2.66 crores, money withdrawn repeatedly even though the society was liquidated | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • Against 11 People Including Chairman Of Wadwan Marketing Yard Rs. Complaint Of Embezzlement Of 2.66 Crores, Money Withdrawn Repeatedly Even Though The Society Was Liquidated

સુરેન્દ્રનગરએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • આ ચકચારી કેસમાં નિવૃત ફડચા અધિકારી સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો

સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એક વખત ઝાલાવાડ એન્ડ પ્રેસિંગ સહકારી મંડળીમાં થયેલી ઉચાપતની બાબતે તપાસ કામગીરી હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને છેલ્લા અનેક વર્ષોથી ચર્ચામાં રહેલી ઝાલાવાડ એન્ડ પ્રેસિંગ સહકારી મંડળી હવે ફરી કાયદાકીય રીતે ચર્ચામાં આવી છે. ત્યારે ઝાલાવાડ પંથકમાં આ સહકારી મંડળી એક દસકા પહેલા કાર્યરત હતી. પરંતુ તેને ફડચામાં લઈ જઈ અને ત્યારબાદ તેમાં પડેલા નાણાંની ઉચાપત કરવામાં આવી હોવાનો તે વખતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. અને આ અંગે કોર્ટમાં કેસ પણ ચાલતો હતો. પરંતુ રાજકીય ઓથ હેઠળ આ ઉચાપત કરનારા હોય ત્યારે તમામને જે તે સમયે કેસમાં આગળ વધારવાના સ્થાને સ્થગિત કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો.

જો કે આ કેસ બી – ડિવિઝન પોલીસમાં સ્થગિત પણ થઈ ગયો હતો. અને આ પૂરતી તપાસ થઈ ન હોય તેવી શંકા લાગતા સુરેન્દ્રનગર કોર્ટ દ્વારા આ મામલે ફરી એક વખત તપાસ કામગીરી હાથ ધરી અને યોગ્ય પગલા ભરવા અંગે પોલીસ તંત્રને સૂચના આપવા આવી હતી. અને નાણાની ઉચાપત કરનારા ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે અને ગુનો દાખલ કરવામાં આવે એ અંગે કોર્ટ દ્વારા આદેશ આપી દેવામાં આવ્યા હતા. ત્યારે આ મામલે સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસને સમગ્ર બાબતની તપાસ સોંપી આપવામાં આવી હતી. જો કે આ મામલે એ ડિવિઝન પોલીસે તમામ પ્રકારના પુરાવાઓ તથા તમામ પ્રકારની વિગતો મેળવી અને આ બાબતે ઊંડાણપૂર્વક કોર્ટના આદેશ બાદ તપાસ કામગીરી કરી હતી.

અને તપાસ કામગીરી કરવામાં આવતા ઝાલાવાડ જીનિંગ એન્ડ પ્રેસિંગ સહકારી મંડળીએ કરેલા આ પ્રકરણમાં તપાસ કામગીરી હાથ ધરી અને વિવિધ પ્રકારના પુરાવાઓ મેળવી અને ફરી આ કેસની ફાઈલ ઓપન કરવામાં આવી છે.આ મામલે આજે સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે 11 જેટલા ઉચાપત કરનારા શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

કોર્ટના આદેશ બાદ સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ જે.પી.ચૌધરી અને પીએસઆઇ સહિતના સ્ટાફ દ્વારા ઊંડાણપૂર્વક રીતે આ પ્રકરણમાં તપાસ કામગીરી હાથ ધરી અને 11 જેટલા ઈસમો સામે ગુનો દાખલ કરી અને જે આ પ્રકરણમાં ઉચાપત થઈ છે, તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

માર્કેટિંગ યાર્ડના ચેરમેનનું પદ છીનવાઈ શકે તેવા એંધાણ
સુરેન્દ્રનગર વઢવાણ માર્કેટિંગ યાર્ડના ચેરમેન રામજીભાઈ ગોહિલ સામે પણ જે ઝાલાવાડ જીનિંગ એન્ડ પ્રેસિંગ મંડળી છે, તેમાં 2.66 કરોડ રૂપિયાની ઉચાપત મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે આ મામલે તેમનું માર્કેટિંગ યાર્ડમાં રહેલું ચેરમેન પદ છીનવાઈ શકે તેવા એંધાણ હાલમાં સર્જાયા છે. ત્યારે આ મામલે હાલમાં પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે હજુ ગુનો દાખલ કરી દેવામાં આવ્યો છે. પરંતુ ધરપકડથી આ તમામ મંડળીના સભ્યો દૂર છે.

નિવૃત ફડચા અધિકારીની મિલીભગતથી સમગ્ર કૌભાંડ થયું હોવાનો ધડાકો
આ મામલે તપાસ કામગીરી હાથ ધરવામાં આવતા સમગ્ર બાબતે જે તે સમયના ફડચા અધિકારી પણ તેમાં સામેલ હોય તેવો ધડાકો થયો હતો. ત્યારે હાલ નિવૃત જીવન ગુજારતા ફડચા અધિકારી ડી.ડી.મોરી સામે પણ ગુનો દાખલ કરાયો છે. કારણ કે, જે મંડળી ફડચામાં ગઈ હતી, તેને ખોટી સહીઓ કરી અને જે લોકો મંડળી સભ્યો હતા તે મૃત્યુ થયા હતા છતાં પણ તેમની ખોટી સહી ચલાવી લેવામાં આવી હતી. મંડળી એક વખત ફડચામા ગઈ હોય પછી તે સરકાર હસ્તગત આવી જતી હોય છે, તેમ છતાં પણ આ મંડળી જીવિત કેવી રીતે થઈ ? અને મૃત સભ્યોની સહી હોવા છતાં પણ 2.66 કરોડ રૂપિયા કેવી રીતે આપી દેવામાં આવ્યા ? આ તમામ પ્રકારના સવાલોમાં નિવૃત્ત ફડચા અધિકારી ડી.ડી.મોરી સામેલ હોય તેવું ખુલવા પામ્યું છે તેની સામે પણ સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો છે.

તમામ આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી
રાજકીય ઓથ હેઠળ ઝાલાવાડ જિનિંગ એન્ડ પ્રેસિંગ મંડળીને ફડચામાં લઈ જઈ અને રૂ. 2.66 કરોડની ઉચાપત મુદ્દે સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટના આદેશ બાદ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે આ અંગે 11 જેટલા લોકો સામે ગુનો દાખલ બાદ હાલમાં 11 જેટલા જે લોકો છે જેમાં માર્કેટિંગ યાર્ડના ચેરમેન તથા અન્ય રાજકારણ સાથે સંકળાયેલા જે લોકો છે, તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.ત્યારે આ અંગે કડક કાર્યવાહી થાય તેવા પ્રયાસ પણ કોર્ટના આદેશ બાદ સીટી પોલીસે હાથ ધર્યા છે.

કોની-કોની સામે ફરિયાદ થઈ
રાયમલભાઈ ગોવિંદભાઇ ચાવડા
રામજીભાઇ હીરાભાઈ ગોહિલ
હરિસંગ ભાઈ મનુભાઈ ડોડીયા
લક્ષ્મણભાઇ મગણભાઈ કોળી
મોહનભાઇ નારાયણભાઈ ચાવડા
પ્રતાપભાઈ મોહનભાઇ ચાવડા
લાલજીભાઈ તુકારામભાઈ પટેલ
કરશનભાઈ નરસિંહભાઈ જાદવ
ભરત ભાઈ માનસંગ ભાઈ ચૌહાણ
જેસિંગ ભાઈ ભવાનભાઈ ડોડીયા
ડી.ડી.મોરી ( નિવૃત્ત ફડચા અધિકારી )

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم