મહુવાના છાપરી ગામના ધર્મેશની અદ્ભુત ચિત્રકળા; 3 વર્ષમાં 1200 ચિત્રો બનાવ્યા જેની દેશ-વિદેશમાં ભારે માગ | The amazing paintings of Dharmesh of Chhapri village in Mahuva; Produced 1200 paintings in 3 years which are in great demand at home and abroad | Times Of Ahmedabad

મહુવા (ભાવનગર)એક કલાક પહેલા

  • કૉપી લિંક

મહુવા તાલુકાના છેવાડાનાં છાપરી ગામના ધર્મેશ હડિયા હાલ સુરત રહે છે. સુરતમાં સ્કેચ પેન્ટિંગનાં કલાસ ચલાવે છે. ધર્મેશભાઇ રોજના બેથી ત્રણ પેન્સિલ કલરથી ચિત્રો બનાવે છે. ધર્મેશભાઇએ દેશ અને વિદેશમાં 1200 જેટલા ચિત્રોનું વેચાણ કર્યું છે.

મૂળ મહુવા તાલુકાના છાપરી ગામના અને હાલ સુરત રહેતા ધર્મેશભાઇ હડિયાએ ડિપ્લોમાં ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ અને ડિગ્રીનો અભ્યાસ રાજકોટ અને મોરબીમાં અભ્યાસ પૂર્ણ કર્યો છે. ધર્મેશભાઇ સુરતમાં સ્કેચ પેન્ટિંગનાં કલાસ ચાલવે છે. ધર્મેશભાઇના પિતા ચતુરભાઇ સુરતમાં કરિયાણાની દુકાન ચલાવે છે. ધર્મેશે વર્ષ 2019થી ચિત્રો બનાવવાની શરૂઆત કરી હતી. રોજનાં બેથી ત્રણ ચિત્રો બનાવે છે. રોજ એક પેન્સિલ કલરથી ચિત્રો બનાવે છે. ધર્મેશભાઇએ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, સોનુ સુદ, બોલીવુડ કલાકાર સહિતના નામાંકિત વ્યક્તિઓની પેન્સિલથી પેન્ટિંગ બનાવી ચૂક્યાં છે. ત્રણ વર્ષમાં જ ધર્મેશે દેશ-વિદેશના 1200 જેટલા પેઇન્ટિંગના ઓર્ડર પૂરા કર્યા છે અને સારી એવી રોજગારી મેળવે છે. આર્ટિસ્ટ ધર્મેશ હડિયાએ કલાયાત્રામાં અનેક કીર્તિમાન સ્થાપ્યા છે. દર 100 ચિત્રને વિશેષ રીતે યાદગાર બનાવવાનો સિલસિલો જાળવી રાખ્યો છે. તેણે ઐતિહાસિક સ્થળો, ગ્રામ્ય જીવન, ધબકતું શહેર, જનજાગૃતિ સંદેશ આપતાં અસંખ્ય ચિત્રોનું સર્જન કર્યું છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم