બોટાદ27 મિનિટ પહેલા
- કૉપી લિંક

જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ તેમજ થાઇરોડ લેબોરેટરી મુંબઈના સહયોગથી બોટાદના નાગરિકો માટે મિશન આરોગ્યમ અંતર્ગત મેગા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવલું છે. મિશન આરોગ્યમ કેમ્પ 23 માર્ચના રોજ સવારે સાત કલાકથી સાંજે 8:30 કલાક સુધી શરૂ રહેશે. મિશન આરોગ્યમ મેગા હેલ્થ ચેકઅપ કેમ્પમાં અલગ અલગ પ્રકારના 62 જેટલા ટેસ્ટ આ કેમ્પમાં કરી આપવામાં આવશે.

જેનો ચાર્જ માત્ર રૂપિયા 1150 લેવામાં આવશે. જેને લઇ જાયન્ટ્સ ગ્રુપ બોટાદ દ્વારા આ મિશન આરોગ્યમ કેમ્પનો લાભ લેવા અગાઉ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. કારણ કે આ કેમ્પમાં મર્યાદિત રજીસ્ટ્રેશન કરવાનું હોવાના કારણે વહેલા તે પહેલાના ધોરણે નોંધાયેલા રજીસ્ટ્રેશનને લાભ મળશે.

જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા મિશન આરોગ્યમ મેગા હેલ્થ ચેકઅપ કેમ્પમાં અલગ અલગ પ્રકારના કિડનીને લગતા રિપોર્ટ કરવામાં આવશે. થાઇરોઈડને લગતા રિપોર્ટ કરવામાં આવશે. વિટામીન બી સહિતના રિપોર્ટ કરવામાં આવશે. લીવર પ્રોફાઈલ અંતર્ગતના અલગ અલગ 11 રિપોર્ટ કરવામાં આવશે. સીરમ ઇલેક્ટ્રોલાઇટ્સના રિપોર્ટ કરવામાં આવશે. લિપિડ પ્રોફાઇલના આઠ જેટલા રિપોર્ટ કરવામાં આવશે. આર્યન ડેફિશિયન્સીના રિપોર્ટ કરવામાં આવશે. ત્યારે અલગ અલગ પ્રકારના 62 ટેસ્ટ આ કેમ્પમાં માત્ર 1150 રૂપિયામાં કરી આપવામાં આવશે. જેને લઇ આરોગ્યનો લાભ લેવા માંગતા વ્યક્તિઓએ સમયસર પોતાનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
રજીસ્ટ્રેશન કરાવવા માટે આર જે બેટરી, શાંતિ પેલેસ મસ્તરામ મંદિર રોડ તેમજ રીધમ મેડિકલ, સ્ટોર રીધમ હોસ્પિટલ એસટી બસ સ્ટેન્ડ પાછળ તેમજ શ્રી પ્રમુખ મેડિકલ, સ્ટોર સ્વામિનારાયણ મંદિર પાસે ભાવનગર રોડ તેમજ વૃષભ મેડિકલ એન્ડ જનરલ સ્ટોર, નાગલપર ગેટ ગઢડા રોડ આ તમામ ચાર સ્થળ પર બોટાદ ખાતે રજીસ્ટ્રેશન કરાવી શકાશે.