જામનગર39 મિનિટ પહેલા
- કૉપી લિંક

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે તા.12માર્ચના રોજ દ્વારકા જિલ્લામાં આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર છે ત્યારે તેઓએ જામનગર એરપોર્ટ ખાતે ટૂંકું રોકાણ કર્યું હતું. એરપોર્ટ ખાતે તેમનું આગમન થતાં સ્વાગત કરવામાં આવ્યું હતું.

એરપોર્ટ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશી ચનીયારા, અગ્રણીઓ વિમલભાઈ કગથરા,રમેશભાઈ મૂંગરા, ડેપ્યુટી મેયર તપનભાઈ પરમાર, ધારાસભ્ય રિવાબા જાડેજા, દિવ્યેશ અકબરી, રેન્જઆઈજી અશોકકુમાર યાદવ, જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલું, કલેકટર ડૉ. સૌરભ પારઘી, કમિશનર વિજય ખરાડી, જિલ્લા ભાજપ મહામંત્રી ડૉ. વિનોદ ભંડેરી, પ્રદીપસિંહ જાડેજા, શહેર ભાજપ મહામંત્રીઓ વિજયસિંહ જેઠવા, પ્રકાશ બાંભણીયા,જાડાના ચેરમેન દિલીપસિંહ ચુડાસમા, એરપોર્ટ ઓથોરીટીના ડિરેક્ટર સચિન ખંગાર સહિતના મહાનુભાવો દ્વારા મુખ્યમંત્રીનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

