સુરત11 મિનિટ પહેલા
- કૉપી લિંક

રક્તદાત્તાઓએ ભારે ઉત્સાહથી રક્તદાન કર્યું હતું.
રોટરેકટ ક્લબ ઓફ સુરત ઈસ્ટ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ રક્તદાન મહાદાન 8.0 નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 1179 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.વરાછા વિસ્તારમાં છેલ્લાં 23 વર્ષથી સામાજીક તેમજ બીઝનેસ ડેવલોપમેન્ટ અને સેલ્ફ ડેવલોપમેન્ટ માટે કાર્યરત એવી સંસ્થા રોટરેકટ ક્લબ ઓફ સુરત ઈસ્ટ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્મીમેર, લોક સમર્પણ, સરદાર અને રેડ ક્રોસ જેવી બ્લડ બેંક દ્વારા રક્ત એકત્રિત કરાયું હતું.
રક્તદાત્તાઓને સન્માનિત કરાયાં
ક્લબની ટીમ દ્વારા દરેક રક્તદાતાઓને સર્ટિફિકેટ તેમજ ગિફ્ટ આપી અભિવાદન કરવામાં આવ્યું હતું. સાથોસાથ એ પણ બાયંધરી દરેક રક્તદાતાઓને આપવામાં આવી હતી કે, આવનાર વર્ષમાં જ્યારે પણ તમને કે તમારાં પરિવારમાંથી ઇમરજન્સી પરિસ્થિતીમાં રક્તની જરુર પડશે તો સંસ્થા દ્વારા વ્યવસ્થા કરાવી આપવામાં આવશે.
મહાનુભાવો હાજર રહ્યા
આ કેમ્પમાં ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી એવા પ્રફુલ પાનસેરિયા સુરત શહેરનાં મેયર હેમાલી બોઘાવાલા તેમજ વિવિઘ સંસ્થાના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ સમગ્ર પ્રોજેક્ટનું આયોજન ક્લબના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા કરવામાં આવ્યું હતું.