Monday, March 20, 2023

ગોધરામાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી; લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા પણ ઉજવણી કરાઈ | World Chakli Day celebrated in Godhra; Also celebrated by Folk Science Centre | Times Of Ahmedabad

પંચમહાલ (ગોધરા)22 મિનિટ પહેલા

એક સમય હતો જ્યારે ચકલીની ચિચિયારી ગામડા અને શહેરોમાં તેમજ ફળિયામાં ગુંજતી હતી, પરંતુ બદલાતા સમયની સાથે ધીમેધીમે ચકલીઓની પ્રજાતી લુપ્ત થઇ રહી છે અને ચકલીનો કલરવ સાંભળવો દોહલો બન્યો છે. આથી ચકલીની પ્રજાતીને લુપ્ત થતી અટકાવવા સમગ્ર વિશ્વમાં આજે 20 માર્ચના રોજ ‘વિશ્વ ચકલી દીવસ’ની ઉજવણી કરવામાં આવે છે, પરંતુ અહીં સવાલ એ છે કે, વિશ્વ ચકલી દિવસની ઉજવણી સાથે શું ખરેખર ચકલીના બચાવ માટે કોઇ નક્કર કામગીરી થાય છે? તે એક મોટો સવાલ છે.

ત્યારે આજે 20મી માર્ચ વિશ્વ ચકલી દિવસ છે અને ચકલીની પ્રજાતિ જે લુપ્ત થતી જાય છે, તેને બચાવવા માટે ગોધરાના જાણીતા ભગવતી પ્રસાદ સીકલીગર છેલ્લા દસ વર્ષથી ચકલી બચાવ અભિયાન ચલાવે છે. તેના ભાગરૂપે 20મી માર્ચે દરેક પ્રકૃતિ પ્રેમી સંસ્થાઓ પાસેથી ચકલીઓના માળાઓ મેળવીને અથવા તો જાતે તૈયાર કરીને ગોધરાની જનતાને ઘરે ઘરે જઈ આપી રહ્યા છે.

ત્યારે આજરોજ ગોધરામાં આવેલા આદ્ય મહેશ્વરી સોસાયટીમાં રહેતા 100થી વધુ ઘરોમાં ચકલીઓના માળાનું વિતરણ કર્યું હતું. જેના લીધે પર્યાવરણની જાળવણી થાય તે માટે આ ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે.

હાલમાં ધરાબેન સિકલીગર પોતાના સસરા ભગવતી પ્રસાદ સીકલીગર સાથે છેલ્લા દસ વર્ષથી ચકલી બચાવો અભિયાન સાથે કામ કરી રહ્યા છે. ત્યારે તેમની સાથે તેઓ પણ સહભાગી બની અલગ અલગ સંસ્થાઓ દ્વારા આપવામાં આવેલા ચકલીઓના માળાઓ તેમજ ચકલીઓની કેવી રીતે અવરનેસ કરવી તેના વિશે લોકોને માહિતી આપે છે.

જરૂર લાગે તો લોકોને ચકલીઓના માળા આપે છે. આજે વિશ્વ ચકલી દિવસ છે ત્યારે, ગોધરામાં આવેલા આદ્ય મહેશ્વરી સોસાયટીમાં 100થી વધુ લોકોને ચકલીઓના માળાનું નિ:શુલ્ક વિતરણ કર્યું હતું.

લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વિશ્વ ચકલી દિવસ ઉજવાયો…
ગુજરાત સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ ગાંધીનગર અંતર્ગત કાર્યરત લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ગોધરા દ્વારા સંતરામપુર, લુણાવાડા, વિશ્વ ચકલી દિવસ ઉજવાયો હતો. 20મી માર્ચને સ્પેરો ડે તરીકે ઉજવાય છે. પક્ષીઓને બચાવવા છેલ્લા 10 વર્ષમાં લોકોમાં જાગૃતિ આવતા ઘરમાં માળા-કુંડા જોવા મળે છે.

અવનવી પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરતા પેટનેસ્ટના કે ચકલી ઉપરાંત કાબર, બુલબુલ જેવા પક્ષીઓ પણ ઘટી રહ્યા છે અને દરેક પક્ષીઓને બચાવવા સાધનો બનાવાયા છે. આ સ્થિતિ વચ્ચે ચકલીઓમાં માળા-કુંડામાં પણ મોર્ડનાઈઝેશન આવી રહ્યું છે. આર્ટીફીસ્યલ ચકલીઓના માળા એટલે ચકલી ઘર માટે પર્યાવરણ જાગૃતિ કામ પણ હાથે લેવામાં આવ્યું છે.

આજના સમયમાં ચકલી સૌથી અધિક પ્રમાણમાં જોવા મળતા પક્ષી છે. જે ઘર બનાવે છે ત્યારે જોડી ત્યાં રહેવા માટે પહોંચી જાય છે. સુપર માર્કેટ સંસ્કૃતિના કારણે કરિયાણાની દુકાનો ઘટતા શહેરી વિસ્તારોમાં દાણાઓ ચણવાનું ન મળતા ચકલીઓ લુપ્તતાના આરે છે. આ ઉપરાંત પ્રકૃતિ પ્રેમી યુવાનો ચકલીને બચાવવા ખુબ સેવા કાર્ય કરી રહ્યા છે.

આજ રોજ લોક વિજ્ઞાન કેન્દ્રના ડૉ. સુજાત વલી દ્વારા ચકલીના માળાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. સૌને પ્રકૃતિ પ્રત્યે પ્રેમ કેળવવા અને જાળવણી કરવા સૂચવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: