ભરૂચ19 મિનિટ પહેલા
- કૉપી લિંક

ભરૂચના મારવાડી ટેકરા વિસ્તારમાં આવેલ ખપ્પર જોગણી માતાજીના મંદિરે બલીની વિધિ દરમિયાન બે પરિવારજનો વચ્ચે ધીંગાણું સર્જાયું હતું. જેમાં 12થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી.
ભરૂચના ધોળીકુઈ બજાર મારવાડી ટેકરા ખાતે રહેતા નયનાબેન નટવર વાઘેલા ગતરોજ પોતાના ઘરે હતા તે દરમિયાન રાજુભાઈ ઝીણાભાઈ તેમજ તેઓની સાથે 20થી વધુ લોકો મારવાડી ટેકરા વિસ્તારમાં આવેલ ખપ્પર જોગણી માતાજીના મંદિરે બકરાની બલી ચઢાવવા માટે આવ્યાં હતા જેઓ અગાઉની જગ્યાને પગલે મંદિરના ઓટલા પર નીચે બલી ચઢાવાની તૈયારી કરતા હતા, જેઓને મહિલાના પતિ-પિતા અને સંબંધીઓએ નાં કહેતા અજય અંબાલાલ દેવીપુજકે ધક્કો મારી માથાકૂટ કરતા ધીંગાણું સર્જાયું હતું.
આ મારામારીમાં હથિયારો અને પથ્થર મારામાં પાંચ લોકોને ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતા, જયારે સામે પક્ષના જયાબેન વાઘેલાએ નોંધાવેલી ફરિયાદમાં નટવર બબા દેવીપૂજકે બલીની વિધિ મુદ્દે બબાલ કરતા ધીંગાણું સર્જાયું હતું જેમાં નટવર દેવીપૂજક સહીત 18 ઈસમોએ સાતથી વધુ લોકો ઉપર હુમલો કરી તેઓને માર માર્યો હતો આ મારામારી અંગે એ ડીવીઝન પોલીસે સામસામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.