પ્રભુ શ્રી રામચંદ્રજીનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવાયો; રામ ભક્તોએ પ્રભુને ડીજે સાથે નગર ભ્રમણ કરાવ્યું | Prabhu Shri Ramchandraji's birth festival was celebrated with pomp; Ram devotees made the Lord tour the town with a DJ | Times Of Ahmedabad
હાલોલ14 મિનિટ પહેલા
- કૉપી લિંક
હાલોલ રામનવમી ઉત્સવ સમિતિ દ્વારા પ્રભુ શ્રી રામચંદ્રજીના જન્મોત્સવની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી. વહેલી સવારે કંજરી ગામે આવેલા રામજી મંદિરેથી ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. બેન્ડવાજા સાથે પ્રભુ શ્રી રામની શોભાયાત્રા નગરમાં ફરી હતી અને મંદિર ખાતે મહાઆરતીનો લાભ અનેક ભક્તોએ લીધો હતો. ભક્તો માટે રામજી મંદિર દ્વારા મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
હાલોલના કંજરી રામજી મંદિરથી પ્રભુ શ્રી રામચંદ્રજી હાલોલ નગર ભ્રમણ કરવા નીકળ્યા હતા. હાલોલની વીએમ સ્કૂલ ખાતે રામભક્તો એકત્ર થતા હતા અને નગર ભ્રમણ કરવા નીકળેલા ભગવાન સાથે સાથે જોડાયા હતા. સૌ ભક્તો વાજતે ગાજતે ડીજે સાથે રામચંદ્રજીને નગર ભ્રમણ કરાવ્યું હતું. સાંજે સાડા પાંચ કલાકે વીએમ સ્કૂલથી નીકળેલી શોભાયાત્રા હાલોલના પાવાગઢ રોડ તરફના વિસ્તારોમાં ફરી હતી.
આજે ભગવાનના જન્મદિવસની ઉજવણી માટે હાલોલ નગર રામનવમી સેવા સમિતિ દ્વારા છેલ્લા અઠવાડિયાથી તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી હતી. કંજરી રામજી મંદિર ખાતે તૈયાર કરવામાં આવેલા ભગવાનના રથમાં પહેલા સવારે કંજરી ગામમાં શોભાયાત્રા નીકળી હતી. સાંજે હાલોલમાં મોટી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શ્રી રામ જન્મોત્સવની ઉજવણીને પગલે સનાતન ધર્મના ધ્વજ નગરમાં ઠેર ઠેર લગાવવમાં આવ્યા હતા. આખા હાલોલનગરને રોશનીથી શણગારવામાં આવ્યું હતું.
જય શ્રી રામ…જય જય શ્રી રામના જયઘોષ સાથે સાંજે વાજતે ગાજતે ઢોલ બેન્ડ સાથે નગરમાં નીકળેલી ભગવાનની શોભાયાત્રાનું અનેક સમાજના લોકોએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. શહેરના લોકો રથમાં બિરાજમાન પ્રભુ શ્રી રામચંદ્રજીના દર્શન કરવા નીકળી પડ્યા હતા. સાંજે નીકળેલી રામચંદ્રજીની યાત્રા હાલોલના વિવિધ વિસ્તારોમાં ફરીને કંજરી રોડ સુધી આવશે, ત્યાં હનુમાનજી મંદિરે પૂજા કરી યાત્રા કંજરી ખાતે આવેલા શિવજી મંદિરે જશે ત્યાં મહાઆરતી કરવામાં આવશે.
Post a Comment