અમરેલીએક કલાક પહેલા
- કૉપી લિંક
ગુજરાત હાયર સેકેન્ડરી બોર્ડ તરફથી લેવાતી ધોરણ 12ની પરીક્ષામાં સામાન્ય પ્રવાહના કોમ્પ્યુટર વિષય નું પેપર ફૂટવા બાબતના સોશ્યલ મીડિયા મારફતે સમાચાર વહેતા થયા બાદ અમરેલી જિલ્લામાં આવેલ સાવરકુંડલા પોલીસ સ્ટેશનમા પોલીસ દ્વારા જાણવાજોગની નોંધ કરવામાં આવી છે. જેમાં પોલીસ દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો સાવરકુંડલામાં આવેલ સ્કૂલમાં બોર્ડની પરીક્ષાનું કેન્દ્ર હોય ત્યાં પરીક્ષા ચાલુ હતી તે દરમિયાન આ પેપર લીક થયાની પ્રાથમિક રીતે જાણવા મળેલ છે.જે વિગતે કોઈ ગુન્હાહિત કૃત્ય બનેલ છે કે કેમ.?તે સબંધે તપાસ માટે સાવરકુંડલા પી.આઈ.સોની તપાસ ચલાવી રહ્યા છે હાલ જુદી જુદી દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
શંકમદ વિધાર્થીઓની પૂછપરછ હાથ ધરી
અમરેલી એસપી, ડી.વાય.એસ.પી સવારકુંડલા પોલીસ દ્વારા ઊંડાણ પૂર્વક તપાસ શરૂ કરી છે, પરંતુ હજુ સુધી કોઈ આરોપીની અટકાયત કરવામાં આવી નથી. શંકાસ્પદ સ્કૂલોમાં પણ પોલીસ તપાસ હાથ ધરી છે કેટલાક લોકોની પૂછપરછ પણ હાલમાં શરૂ છે.
અમરેલી એસપી હિમકર સિંહએ જણાવ્યું સોશ્યલ મીડિયાના માધ્યમથી જાણવા મળતા સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં એક જાણવાજોગની નોંધ કરી દીધી છે અને પોલીસ દ્વારા તપાસ શરૂ કરી છે. કેટલાક લોકોની પ્રાથમિક પૂછપરછ કરી છે.