વિસનગરમાં ઘૂંટણ, સાંધા અને કરોડરજ્જુની સમસ્યાઓ માટે નિ:શુલ્ક કેમ્પ યોજાશે; સર્વ રોગ નિદાન કેમ્પનું પણ આયોજન | A free camp for knee, joint and spine problems will be held in Visnagar; All disease diagnosis camps are also organized | Times Of Ahmedabad

વિસનગરએક કલાક પહેલા

  • કૉપી લિંક

વિસનગરમાં ક્રિષ્ના શેલ્બી હોસ્પિટલ, બોપલ અમદાવાદ દ્વારા શ્રી હડકેશ્વરી સેવા મંડળ વિસનગરનાં સહયોગથી ઘૂંટણ, સાંધા અને કરોડરજ્જુની સમસ્યાઓ માટે નિ:શુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ કેમ્પ તારીખ 02/04/2023ને રવિવારના રોજ સવારે 10 કલાકથી બપોરના 1 કલાક સુધી પ્રાથમિક શાળા નંબર 3, ઉમિયા માતાના મંદિર સામે, આથમણો ઠાકોર વાસ ખાતે યોજાશે. આ નિ:શુલ્ક કેમ્પમાં લાભ લેવા માટે વિસનગરની જનતાને અપીલ કરવામાં આવી છે. જેમાં તપાસ વખતે જૂના રીપોર્ટસ સાથે લઈને આવવાનું રહેશે.

નિ:શુલ્ક આયુર્વેદ કેમ્પનું આયોજન કરાયું
નૂતન આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા આયુર્વેદ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનું આયોજન સમર્થ ડાયમંડ ખાતે કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં દર્દીઓને તજજ્ઞ ડોક્ટરો દ્વારા સચોટ નિદાન તેમજ સારવાર કરવામાં આવી હતી. આયુર્વેદ કેમ્પમાં સમર્થ ડાયમંડના મોટી સંખ્યામાં કર્મચારીઓએ લાભ લીધો હતો. જેમાં તમામની સારવાર કરવામાં આવી હતી. આમ સફળ રીતે આયુર્વેદ કેમ્પનું આયોજન કરાયું હતું.

આવતીકાલે ભગવાન રામની શોભાયાત્રા નીકળશે
વિસનગરમાં આવતી કાલે રામનવમીના દિવસે સવારે ભગવાન રામની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે આ શોભાયાત્રા શહેરના રામદ્વાર મંદિર ખાતેથી નીકળશે અને શહેરના અનેક વિસ્તારોમાં ફરી પરત રામદ્વાર મંદિર આવશે. જેમાં આ શોભાયાત્રા માટેની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. જેમાં વિવિધ જગ્યાએ સેવા કેમ્પનું પણ આયોજન કરાયું છે. તો વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ દ્વારા આ ભગવાન રામની શોભાયાત્રામાં જોડાવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે…